અનંત અંબાણી દ્વારા જન્મદિવસે ઐતિહાસિક પહેલ જામનગર માં વન્યજીવન યુનિવર્સિટીના પાયા મુકાયાપશુચિકિત્સા અને વન્યજીવન સંરક્ષણ માટે ખાસ અભ્યાસક્રમો શરૂ થશે

રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝના એક્ઝિક્યુટિવ ડાયરેક્ટર અનંત અંબાણી દ્વારા સ્થાપિત વૈશ્વિક વન્યજીવ સંરક્ષણ સંસ્થા વનતારાએ ગુજરાતના જામનગરમાં વનતારા યુનિવર્સિટીની સ્થાપનાની જાહેરાત કરી છે. વન્યજીવ સંરક્ષણ અને પ્રાણીચિકિત્સા વિજ્ઞાનને સમર્પિત આ યુનિવર્સિટી વિશ્વની પ્રથમ સંકલિત ગ્લોબલ યુનિવર્સિટી છે.

વનતારા યુનિવર્સિટી પ્રાણી કલ્યાણ, વૈજ્ઞાનિક પ્રગતિ અને વન્યજીવ સંરક્ષણના ભવિષ્ય સાથે મૂળથી જોડાયેલી છે. આ સંસ્થાનો ઉદ્દેશ પ્રાણીચિકિત્સા ઔષધિ (વેટરીનરી મેડિસીન), સંરક્ષણ અને વન્યજીવ સંભાળના ભાવિ નેતૃત્ત્વને તૈયાર કરવાનો છે. તેનો અભ્યાસક્રમ ભારતની જ્ઞાન પરંપરાઓનો ઉપયોગ કરીને શિક્ષણના ઉદ્દેશ-આધારીત અને ભવિષ્ય-લક્ષી મોડેલને આકાર આપશે.

આ અંગે અનંત અંબાણીએ જણાવ્યું હતું કે, “વન્યજીવ સંરક્ષણનું ભાવિ એ બાબત પર નિર્ભર રહેશે કે આપણે કેવી રીતે કરુણા, જ્ઞાન અને કૌશલ્ય સાથે જીવનની સેવા કરવા માટેના મન અને સંસ્થાઓને તૈયાર કરીએ છીએ. તણાવપૂર્ણ પરિસ્થિતિમાં રહેલા પ્રાણીઓને જોવાની અત્યંત વ્યક્તિગત યાત્રા અને તેમની સંભાળ લેવામાં વધારે ક્ષમતાપૂર્ણ જરૂરીયાત રહેલી હોવાની સમજે વનતારા યુનિવર્સિટીને આકાર આપ્યો છે. પ્રાચીન નાલંદા યુનિવર્સિટીના સિદ્ધાંતો અને તમામ દિશાઓથી ઉમદા વિચારો આપણને પ્રાપ્ત થાઓ એવો અર્થ ધરાવતા “આનો ભદ્રા: ક્રતવો યન્તુ વિશ્વત:” શ્લોકના ભાવથી પ્રેરિત આ યુનિવર્સિટી દરેક જીવમાત્રનું રક્ષણ કરવા નિશ્ચયબદ્ધ નવી પેઢીને તૈયાર કરવા પ્રતિબધ્ધ છે.”પારંપારિક વાતાવરણમાં આ મૂલ્યોને પ્રતિબિંબિત કરતા બે બિજોલિયા રેતશીલાઓ શિલાન્યાસ સ્થળની ડિઝાઇનમાં સમાવિષ્ટ કરવામાં આવી હતી. વર્તમાનમાં બિહારમાં આવેલી પ્રાચીન નાલંદાના ભૂસ્તરશાસ્ત્રીય પાયામાં રહેલી પ્રાચીન વિંધ્ય રચનાથી પ્રેરિત આ શિલાઓ ભારતના જ્ઞાન અને શિક્ષણના કાયમી વારસાનું પ્રતીક છે.

  • Related Posts

    લેબેનોન પર હુમલા બંધ ન થાય ત્યાં સુધી કોઈ વાટાઘાટ નહીં : ઈરાનનું કડક નિવેદનઅમેરિકા–ઈરાન વચ્ચેની શાંતિ ચર્ચાઓ ફરી અનિશ્ચિતતા તરફ

    મધ્ય પૂર્વમાં અમેરિકા-ઇઝરાયેલ તથા ઇરાન વચ્ચે ભયાનક યુધ્ધમાં 40માં દિવસે યુધ્ધ વિરામ થયો હતો અને આજથી પાકિસ્તાનમાં શાંતિ વાર્તા શરૂ થવાની જાહેરાત કરવામાં આવી હતી તે પૂર્વે ઇરાન આડુ ફાટ્યું…

    અદાણી દ્વારા”CNG કાર અને રિક્ષા મુસાફરી મોંઘી, જાણો નવા ભાવ અને અસર”

    સીએનજી કાર અને રિક્ષા ચાલકો માટે માઠા સમાચાર આવ્યા છે. અદાણી ટોટલ ગેસ કંપનીએ સીએનજીના ભાવ વધાર્યા છે. સીએનજી ના ભાવ વધતા રિક્ષા ભાડું પણ વધશે. તો સીએનજી કાર ચાલકો…

    Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *