કેટરીના કૈફ વિકી કૌશલના જીવનનો નવો અધ્યાય શરૂ, કપલના ઘરે બેબી બોયનું આગમન

નવા માતાપિતાએ સોશિયલ મીડિયા પર શેર કર્યું કે “અમારા માટે ખુશીનો માહોલ આવી ગયો છે. અપાર પ્રેમ અને કૃતજ્ઞતા સાથે, અમે અમારા બાળકનું સ્વાગત કરીએ છીએ.

કેટરીના કૈફ પ્રેગ્નેન્સી જાહેરાત

23 સપ્ટેમ્બરના રોજ, કેટરિના અને વિકીએ સોશિયલ મીડિયા પર એક ફોટો શેર કરીને ખુશખબર જાહેર કરી હતી. તેમણે લખ્યું: “આનંદ અને કૃતજ્ઞતાથી ભરેલા હૃદય સાથે અમારા જીવનનો શ્રેષ્ઠ ચેપ્ટર શરૂ કરવાના માર્ગ પર છીએ.”42 વર્ષની ઉંમરે કેટરિનાની પ્રેગ્નેન્સી પણ હેડલાઇન્સમાં આવી હતી જેનાથી ફરી એકવાર સાબિત થયું કે માતા બનવાની વાત આવે ત્યારે ઉંમર ફક્ત એક નંબર છે.

2021 માં લગ્નગ્રંથિથી જોડાયેલા કેટરિના કૈફ અને વિકી કૌશલ બોલીવુડના સૌથી પ્રિય કપલમાંના એક રહ્યા છે. તેમના બાળકની જાહેરાતથી ચાહકોમાં ખુશીનો માહોલ છવાઈ ગયો છે, જે તેમના જીવનમાં એક નવા અધ્યાયની શરૂઆત દર્શાવે છે.

  • Related Posts

    જોન અબ્રાહમને ઓળખી ના શક્યા ફેન્સ, અભિનેતાનો નવો લુક

    પ્રખ્યાત બોલિવૂડ અભિનેતા જોન અબ્રાહમ હંમેશા તેના અભિનય અને ફિટનેસ માટે ચર્ચામાં રહે છે. ચાહકો તેના આગામી પ્રોજેક્ટ્સની આતુરતાથી રાહ જુએ છે. અભિનેતાના ફિટનેસ રૂટિનના ફોટા પણ સોશિયલ મીડિયા પર…

    તમન્નાએ 6 મિનિટ ડાન્સ માટે રૂ।.6 કરોડ ફી લીધી ?

    સાઉથથી બોલિવૂડ સુધી પોતાની ઓળખ ઉભી કરનારી તમન્ના ભાટિયા આજકાલ ફિલ્મો કરતાં પોતાનાં ડાન્સને લઈને વધુ ચર્ચામાં છે. ’કવાલા’ અને ’આજ કી રાત’ જેવા ગીતોએ તેને ’આઇટમ સોંગ ક્વીન’ બનાવી…

    Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *