નવકાર મહામંત્ર દિવસ: અમદાવાદમાં ઐતિહાસિક કાર્યક્રમ, 25 હજાર જૈનો એકસાથે નવકાર મંત્રનો જાપ કરી બનાવશે રેકોર્ડ

અમદાવાદમાં GMDC ગ્રાઉન્ડમાં જૈન સમાજ દ્વારા વિશ્વ કલ્યાણના સંકલ્પને જન જન સુધી પહોંચાડવા 9 એપ્રિલે ‘નવકાર મહામંત્ર’ દિવસનું ઐતિહાસિક આયોજન કરાયું છે. જે એક અદ્ભૂત ક્ષણ સાબિત થશે. નવકાર મહામંત્રનો મૂળ સંદેશ બધા જીવો પ્રત્યે સ્નેહ અને આદરનો છે. આ મૂલ્ય ઘણા ધર્મોના મૂળ સિદ્ધાંતો સાથે મેળ ખાય છે. એટલું જ નહીં, નવકાર મહામંત્ર અહિંસાનો મજબૂત સંદેશ આપે છે. આ મંત્રોચ્ચારથી આત્મ-શુદ્ધિ અને આધ્યાત્મિક વિકાસના માધ્યમથી વિશ્વનું કલ્યાણ પણ થશે. આ અવસરે એકસાથે 25 હજાર જૈનો નવકાર મંત્રના જાપથી એક ઐતિહાસિક રેકોર્ડ બનશે.

GMDC ખાતેના આયોજનમાં રાજકીય નેતાઓ તેમજ જૈન સમુદાય, જેમ કે શ્વેતાંબર સંઘ, દિગંબર સંઘ, તેરાપંથી સંઘ, સ્થાનકવાસી સંઘ એમ તમામ જૈન સમુદાયના જૈન મુનિ આ નવકાર મહામંત્રમાં ઉપસ્થિત રહેશે. સવારે 8 વાગ્યાથી કાર્યક્રમની શરૂઆત થઈઠ ગઈ છે. જ્યાં પહોંચવા માટે 450 જેટલી બસોની વ્યવસ્થા કરવામાં આવી છે. GMDC ગ્રાઉન્ડમાં 450થી વધુ કળશ મૂકવામાં આવ્યા છે. કાર્યક્રમ પહેલાં શહેરમાં કળશ યાત્રા કરવામાં આવશે જેમાં મોટી સંખ્યામાં સંઘો કળશને લઈને આવશે અને સામૂહિક નવકાર મંત્રનો જાપ કરશે. 25 હજારથી વધુ લોકો આ કાર્યક્રમમાં જોડાઈ રહ્યા છે. આ ઉપરાંત 100 થી વધારે અનુષ્ઠાન અને 6000 થી વધુ દેરાસર અને સ્થાનક પર તેનું લાઇવ પ્રસારણ થઈ રહ્યું છે.

નવકાર મંત્રનું મહત્ત્વહવે દર વર્ષે નવમી એપ્રિલે વિશ્વ નવકાર મહામંત્ર દિવસ મનાવવામાં આવશે. આ દિવસ નિમિત્તે દુનિયાભરમાં, દુનિયાના દરેક દેશના મોટા શહેરોમાં નવકાર મહામંત્રના જાપ અને ધ્યાનનું આયોજન કરવામાં આવશે, જેથી વિશ્વમાં આધ્યાત્મિક શાંતિ અને ઊર્જાનો પ્રસાર થઈ શકે.

નવકાર મંત્ર એ જૈન ધર્મનો એક મહત્ત્વપૂર્ણ મંત્ર છે. નવકાર મંત્રનો નિયમિત જાપ કરવાથી મન શાંત અને સ્થિર બને છે. ચિંતા, તણાવ અને ઉદાસીથી રાહત અને માનસિક શાંતિ આપે છે, પાપોનો નાશ થાય છે, પુણ્ય વધે છે અને મોક્ષની પ્રાપ્તિ થાય છે. એટલું જ નહીં, મંત્ર જાપથી આત્મજ્ઞાન મળે છે, લોકોની મનોકામનાઓ પૂર્ણ થાય છે તથા સાચા માર્ગ પર ચાલવા માટે પ્રેરણા આપે છે. એટલા માટે જ તો રોજિંદા જીવનમાં નવકાર મહામંત્રનું જૈન ધર્મમાં ખૂબ જ મહત્ત્વ છે, જે અન્ય ધર્મોમાં પણ ખૂબ આદર પામે છે.

  • Related Posts

    એમ્બ્યુલન્સમાં દારુની હેરાફેરીનો ફર્દાફાશ, દર્દીની સીટ નીચે ચોરખાનામાં 928 બોટલો મળી

    શુક્રવારે છોટા ઉદેપુર જિલ્લા પોલીસે બુટલેગરો દ્વારા દારૂની હેરાફેરીનો નવો કિમીયો નિષ્ફળ બનાવ્યો છે. છોટા ઉદેપુર પોલીસે એમ્બ્યુલન્સ જેવી બનાવેલી મારુતિ વાનને અટકાવી અને સ્ટ્રેચર નીચે છુપાવેલી ભારતીય બનાવટની વિદેશી…

    ઓરીની 253 કરોડ રૂપિયાના ડ્રગ કેસમાં પૂછપરછ

    ઇન્ફ્લ્યુએન્સર ઓરી (Orry) હાલમાં ડ્રગ કેસ (drug case) માં પૂછપરછ માટે સમાચારમાં છે. બુધવારે મુંબઈ પોલીસના એન્ટી-નાર્કોટિક્સ સેલે ₹252 કરોડના ડ્રગ કેસના સંદર્ભમાં તેમની પૂછપરછ કરી. ઓરીની ડ્રગ કેસમાં પુછપરછ…

    Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *