ગુજરાતમાં નકલીનો ધમધમાટ, ગેરકાયદેસર રીતે ચાલતી દસ હજારથી વધુ લેબોરેટરીઓ

ગુજરાતમાં દસ હજાર જેટલી ગેરકાયદેસર લેબ ચાલી રહી હોવાનું પણ સામે આવ્યું છે. ખરેખર તો માત્ર MD પેથોલોજિસ્ટ જ લેબ ચલાવી શકે છે, પરંતુ જેઓ ૧૦-૧૨ પાસ છે અને મેડિકલ લેબ ટેક્નોલોજીનો અભ્યાસ કર્યો છે તેઓ જ લેબ ચલાવી રહ્યા છે. આ રીતસર નું તૂત જ કહી શકાય.પરંતુ ગુજરાતની લેબોરેટરીઓ પર પણ આંગળી ચીંધવામાં આવી રહી છે કારણ કે તે મોટા પાયે ચાલી રહી છે. સુપ્રીમ કોર્ટે પોતે આદેશ આપ્યો હોવા છતાં ગુજરાતમાં તેનો અમલ થતો નથી. MD પેથોલોજિસ્ટને માન્યતા મળી હોવા છતાં, માત્ર ૧૦-૧૨ પાસ ટેકનિશિયન જ લેબ ચલાવે છે.રાજ્યમાં ગેરકાયદે પેથોલોજીલેબનું પૂર આવ્યું છે.

ગુજરાતમાં લેબ કોણ ચલાવી શકે?

ગુજરાત સ્ટેટ પેથોલોજીસ્ટ એન્ડ માઇક્રોબાયોલોજિસ્ટ એસોસિએશન અને રાજ્યના લેબ ટેકનિશિયન વચ્ચે છેલ્લા ૧૯ વર્ષથી કોણ પાત્ર છે તે મુદે વિવાદ ચાલી રહ્યો છે. આ વિવાદ અંગે ૨૦૦૬માં ગુજરાત હાઈકોર્ટમાં પીઆઈએલ દાખલ કરવામાં આવી હતી અને ૨૦૧૦માંહાઈકોર્ટે ચુકાદો આપ્યો હતો કે લેબોરેટરીમાં માત્ર માન્ય ડિગ્રી ધરાવતા ડોક્ટરો જ હોવા જોઈએ. જોકે આ નિર્ણયને સુપ્રીમ કોર્ટમાં પડકારવામાં આવ્યો ત્યારે વર્ષ ૨૦૧૭માં સુપ્રીમ કોર્ટે હાઈકોર્ટના નિર્ણયને યથાવત રાખ્યો હતો. સુપ્રીમ કોર્ટે આપેલા મહત્વના નિર્ણયમાં કહેવામાં આવ્યું છે કે હવેથી તમામ લેબોરેટરી રિપોર્ટમાં એમડી પેથોલોજિસ્ટની સહી ફરજિયાત હોવી જોઈએ. તે સિવાયની કોઈ ડિગ્રી સહી હશે તો રિપોર્ટ અમાન્ય ગણાશે અને તેની સામે કાર્યવાહી કરવામાં આવશે.સુપ્રિમ કોર્ટના આદેશ બાદ પણ લેબોરેટરીમાં ભારે અરાજકતા જોવા મળી રહી છે. ગ્રામ્ય વિસ્તારોમાં લેબોરેટરીનું સંચાલન કરવા માટે કોઈ નથી. લેબોરેટરીમાં એમડી પેથોલોજિસ્ટ નહીં પરંતુ ૧૦મું- ૧૨ પાસ પેથોલોજીસ્ટ બની ગયા છે. આ બાબતે વર્ષ ૨૦૧૭માં ગુજરાત ઓફ પેથોલોજીસ્ટ એન્ડ એસોસિએશન દ્વારા માઈક્રોબાયોલોજિસ્ટ ગુજરાતમાં ગેરકાયદેસર રીતે ચાલતી ૫૧૨ લેબોરેટરીઓના નામ અને સરનામા સહિતની લેખિત માહિતી રાજ્ય પોલીસ વડાને આપી હતી, પરંતુ આજદિન સુધી કોઈ કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી નથી.

  • Related Posts

    ડાયાબિટીસના દર્દીઓને રાહત : ઘાવને ભરવામાં મદદરૂપ દવાની શોધ

    ન્યુયોર્ક (અમેરિકા):અહીંના સંશોધકોએ શરીરમાં ડાયાબિટીસથી થનાર નુકસાનને ઘટાડનાર એક નવી પધ્ધતિ શોધી છે. એનવાયયુ ગ્રોસમેન સ્કૂલ ઓફ મેડિસીનના વૈજ્ઞાનિકોએ રેઝ 406 આર નામનો એક નાનો અણુ યૌગિક શોધ્યો છે. આ…

    જમ્યા પછી 10 મિનિટ ચાલવાના 7 ચમત્કારિક ફાયદા,

    શરીર સ્વસ્થ રાખવું જરૂરી છે. આપણી જીવનશૈલી અને આહાર એટલો ખરાબ થઈ ગયો છે કે આપણે ફક્ત ખોરાકના નામે આપણું પેટ ભરીએ છીએ. સ્વાદના ચક્કરમાં લોકો પોષક તત્વોનો હોય તેવી…

    Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *