અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચે 48 બાંગ્લાદેશી ગેરકાયદેસર રહેતા નાગરિકોને ડિટેઈન કરવામાં આવ્યા છે. તેમાં 32 પુરુષો, 8 મહિલાઓ અને 6 માઇનોર છે

શહેરમાં ક્રાઈમ બ્રાન્ચ દ્વારા સર્ચ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું હતું. જેમાં શંકાસ્પદ જણાતા, જેમની પાસે પોતાની ભારતીય ઓળખના પુરાવા ન હોય તેવા 200 થી 250 લોકોની પૂછપરછ કરવામાં આવી હતી. જેમાંથી ક્રાઈમ બ્રાન્ચે 48 બાંગ્લાદેશી ગેરકાયદેસર રહેતા નાગરિકોને ડિટેઈન કરવામાં આવ્યા છે. તેમાં 32 પુરુષો, 8 મહિલાઓ અને 6 માઇનોર છે ત્યારે 200 જેટલા લોકોની પૂછપરછ હજુ ચાલુ છે.

કેવી રીતે પોલીસને થઈ જાણ?

આ સમગ્ર ઘટના વિશે વાત કરતા અમદાવાદ ક્રાઇમ બ્રાંચના ACP ભરત પટેલે જણાવ્યું હતું કે, “પોલીસને માહિતી મળી હતી કે કેટલાક બાંગલાદેશી લોકો ગેરકાયદે અમદાવાદમાં રહે છે. જેના આધારે 3થી 4 લોકો સામે ફરિયાદ કરવામાં આવી હતી અને તેમની પૂછપરછ કરતાં 200 જેટલા લોકો આવી રીતે અમદાવાદમાં ગેરકાયદે રહેતા હોવાની માહિતી મળી છે. હાલ આ લોકોની પૂછપરછ કરવામાં આવી રહી છે, બાદમાં તેમની સામે કાયદેસર કાર્યવાહી કરવામાં આવશે.”

પોલીસે શરૂ કરી તપાસ

હવે ક્રાઈમ બ્રાન્ચ દ્વારા આ લોકો પાસે નકલી દસ્તાવેજો કેવી રીતે આવ્યા ? કોના દ્વારા બનાવવામાં આવ્યા ? કેટલા સમયથી તે શહેરમાં વસવાટ કરે છે ? બાંગ્લાદેશી અહીં કેવી રીતે આવ્યા ? તેમની સાથે હજુ કેટલા લોકો જોડાયેલા છે? વગેરે બાબતે ક્રાઈમ બ્રાન્ચે તપાસ શરૂ કરી છે.કુબેરનગરમાં વસવાટ કરતા આ લોકો પાસેથી મળેલા ઓળખના દસ્તાવેજો પણ ક્રાઈમ બ્રાન્ચ દ્વારા એકત્રિત કરી લેવામાં આવ્યા છે. દસ્તાવેજી પુરાવા પ્રમાણે તેઓ ખરેખર ભારતીય નહીં પરંતુ બાંગ્લાદેશી નાગરિક છે તેવું સ્પષ્ટ જાણવા મળ્યું હ.તું સાથે તેમની પાસે મળેલા મોબાઈલ ફોન તથા અન્ય વસ્તુઓમાંથી પણ બાંગ્લાદેશી નાગરિક હોવાના પુરાવા ક્રાઈમ બ્રાન્ચને મળ્યા હોવાનું સામે આવ્યું છે.પુરુષો છૂટક મજૂરી અને મહિલાઓ દેહવ્યાપાર સાથે સંકળાયેલ હતીવધુમાં ક્રાઈમ બ્રાન્ચના એ.સી.પી ભરત પટેલે જણાવ્યું હતું કે, “હાલ જે લોકોની અટકાયત કરીને પૂછપરછ કરવામાં આવી છે તેમાં સામે આવ્યું છે કે, જે લોકો ગેરકાયદે અમદાવાદમાં રહે છે. તેમાંથી પુરુષો છૂટક મજૂરી કરે છે અને મહિલાઓ દેહ વ્યાપારના વ્યવસાય સાથે સંકળાયેલી છે. હાલ પોલીસ દ્વારા આ લોકોની વધુ પૂછપરછ કરવામાં આવી રહી છે.”

  • Related Posts

    એમ્બ્યુલન્સમાં દારુની હેરાફેરીનો ફર્દાફાશ, દર્દીની સીટ નીચે ચોરખાનામાં 928 બોટલો મળી

    શુક્રવારે છોટા ઉદેપુર જિલ્લા પોલીસે બુટલેગરો દ્વારા દારૂની હેરાફેરીનો નવો કિમીયો નિષ્ફળ બનાવ્યો છે. છોટા ઉદેપુર પોલીસે એમ્બ્યુલન્સ જેવી બનાવેલી મારુતિ વાનને અટકાવી અને સ્ટ્રેચર નીચે છુપાવેલી ભારતીય બનાવટની વિદેશી…

    ઓરીની 253 કરોડ રૂપિયાના ડ્રગ કેસમાં પૂછપરછ

    ઇન્ફ્લ્યુએન્સર ઓરી (Orry) હાલમાં ડ્રગ કેસ (drug case) માં પૂછપરછ માટે સમાચારમાં છે. બુધવારે મુંબઈ પોલીસના એન્ટી-નાર્કોટિક્સ સેલે ₹252 કરોડના ડ્રગ કેસના સંદર્ભમાં તેમની પૂછપરછ કરી. ઓરીની ડ્રગ કેસમાં પુછપરછ…

    Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *