અંકલેશ્વરમાં નરાધમે બાળકીને નિર્દયતાથી માર મારી આચર્યુ દુષ્કર્મ, ગણતરીની કલાકોમાં પોલીસે આરોપીને કર્યો જેલ હવાલે

ભરૂચના અંકલેશ્વરના એક ગામમાં હવસની ક્રૂરતા આચરનાર દુષ્કર્મનો આરોપીને પોલીસે ઝડપી લીધો છે. ગઈકાલે શ્રમિકોના પડાવમાં 10 વર્ષની બાળકી પર 36 વર્ષના આરોપીએ દુષ્કર્મ આચર્યું હતું.10 વર્ષની બાળકી મદદનો પોકાર કરતી રહી અને. વાસનામાં અંધ બનેલા આરોપીએ. બાળકીને નિર્દયતાથી માર પણ માર્યો હતો. સોમવારે મોડી સાંજે શ્રમજીવી પરિવારની 10 વર્ષની બાળકી તેના પડાવ નજીક લાકડા વીણવા ગઈ હતી.10-15 મિનિટ બાદ બાળકીની માતાને દીકરીની મદદ માટે બૂમો સંભળાઈ હતી. માતા અવાજની દિશામાં પહોંચી ત્યારે લોહીથી લથબથ હાલતમાં કણસતી દીકરી નજરે પડી હતી.બાળકીને તાત્કાલિક અંકલેશ્વરની ખાનગી હોસ્પિટલ બાદ વધુ સારવાર માટે ભરૂચની સિવિલ હોસ્પિટલ ખસેડાઇ હતી. હાલ પીડિતા વડોદરાની હોસ્પિટલમાં સારવાર હેઠળ છે.

દુષ્કર્મની ઘટનાથી જિલ્લામાં ખળભળાટ મચ્યો હતો. પોલીસે પણ ગુનાની ગંભીરતાને સમજી પોલીસની 6 ટુકડીઓ બનાવીને આરોપીની શોધખોળ હાથ ધરી હતી. સીસીટીવી અને ટેક્નિકલ સર્વેલેન્સની મદદ પોલીસે ગણતરીના કલાકોમાં દુષ્કર્મના આરોપીને ઝડપી લીધો. પીડિતાના ઘરથી નજીકમાં રહેતો આરોપી વિજયકુમાર પાસવાન ગુનાને અંજામ આપી તેના વતન ઝારખંડ ભાગી જવાની પેરવીમાં હતો. ત્યારે જ પોલીસે તેને દબોચી લીધો હતો. આરોપી ઝઘડિયાની થર્મેક્સ કંપનીમાં હેલ્પર તરીકે ફરજ બજાવતો હતો.

  • News Reporter

    Related Posts

    RBI એ ત્રણ બેંકો પર દંડ ફટકાર્યો, અમદાવાદની આ બેંકનું લાયસન્સ કર્યું રદ્દ

    દેશની કેન્દ્રીય બેંક રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયા (RBI) એ ગુરુવારે અગ્રણી જાહેર ક્ષેત્રની બેંક, પંજાબ નેશનલ બેંક (PNB) અને ખાનગી ક્ષેત્રની બેંકો કોટક મહિન્દ્રા બેંક અને IDFC બેંક પર દંડ…

    સલમાન ખાનને ધમકી આપનારો વડોદરાથી પકડાયો, માનસિક રીતે અસ્થિર હોવાથી છોડી દેવાયો

    બૉલિવૂડ અભિનેતા સલમાન ખાનને મારી નાખવાની અનેક ધમકીઓ આપી હતી. આ મામલે હવે મુંબઈની વરલી પોલીસે ગુજરાતના વડોદરાથી 26 વર્ષીય યુવકની ધરપકડ કરી છે. આ વ્યક્તિની વોટ્સઍપ મેસેજ દ્વારા સલમાન…

    Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *