IND-W vs NZ-W: નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં ટીમ ઈન્ડિયાની હાર, ન્યૂઝીલેન્ડની મહિલા ટીમની દમદાર વાપસી

ભારતની મહિલા ટીમ અને ન્યૂઝીલેન્ડની મહિલા ટીમ વચ્ચે ત્રણ મેચની વન-ડે સિરીઝ રમાઈ રહી છે. આ સિરીઝની બીજી મેચમાં કીવી ટીમે જોરદાર વાપસી કરી અને આ મેચ જીતી લીધી હતી. ન્યૂઝીલેન્ડે આ મેચ 76 રને જીતી લીધી હતી.

IND-W vs NZ-W: ભારતની મહિલા ટીમ અને ન્યૂઝીલેન્ડની મહિલા ટીમ વચ્ચે ત્રણ મેચની વન-ડે સિરીઝ રમાઈ રહી છે. આ સિરીઝની બીજી મેચમાં કીવી ટીમે જોરદાર વાપસી કરી અને આ મેચ જીતી લીધી હતી. ન્યૂઝીલેન્ડે આ મેચ 76 રને જીતી લીધી હતી. આ મેચમાં ન્યૂઝીલેન્ડના ખેલાડીઓએ ઓલરાઉન્ડ પ્રદર્શન કર્યું હતું. આ મેચમાં જીત સાથે તેની ટીમે સિરીઝ 1-1થી બરાબર કરી લીધી છે. આ શ્રેણીની તમામ મેચો અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં રમાઈ રહી છે. આવી સ્થિતિમાં અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં રમાનાર આગામી મેચ બંને ટીમો માટે ખૂબ મહત્વની બની રહેવાની છે. જે ટીમ આ મેચ જીતશે તે શ્રેણી પણ જીતશે.

બીજી વન-ડેની સ્થિતિ કેવી હતી?

બંને ટીમો વચ્ચે રમાયેલી બીજી વન-ડે મેચની વાત કરીએ તો આ મેચમાં ન્યૂઝીલેન્ડની કેપ્ટન સોફી ડિવાઈને ટોસ જીતીને પહેલા બેટિંગ કરવાનો નિર્ણય કર્યો હતો. જ્યાં તેણે પ્રથમ બેટિંગ કરીને 50 ઓવરમાં 9 વિકેટ ગુમાવીને 259 રન બનાવ્યા હતા. આ દરમિયાન ન્યૂઝીલેન્ડ તરફથી કેપ્ટન સોફી ડિવાઈને સૌથી વધુ રન બનાવ્યા હતા. આ મેચમાં સોફી ડિવાઈને 86 બોલમાં 79 રન બનાવ્યા હતા. ઓપનર સુઝી બેટ્સે 58 રન બનાવ્યા હતા.

ન્યૂઝીલેન્ડે ટીમ ઈન્ડિયાને જીતવા માટે 259 રનનો ટાર્ગેટ આપ્યો હતો. આ લક્ષ્યનો પીછો કરતા ભારતીય મહિલા ટીમ 47.1 ઓવરમાં 183 રનમાં ઓલઆઉટ થઈ ગઈ હતી. આ સાથે ન્યૂઝીલેન્ડે 76 રનથી મેચ જીતી લીધી હતી. આ મેચમાં ભારતીય બેટિંગ સદંતર નિષ્ફળ જણાઈ હતી. જો કે અંતમાં રાધા યાદવ અને સાયમા ઠાકોરે આશા જગાવી હતી પરંતુ બંનેની શાનદાર ઈનિંગ્સ ટીમ ઈન્ડિયાને જીત અપાવી શકી ન હતી.

ન્યૂઝીલેન્ડે બરાબરી કરી

ન્યૂઝીલેન્ડની મહિલા ટીમે ભારત સામે રમાયેલી મેચમાં જીત સાથે વન-ડે ક્રિકેટમાં તેની જીત અને હારના આંકડાની બરાબરી કરી લીધી છે. હવે તેની વન-ડે ક્રિકેટમાં 188 જીત અને 188 હાર છે. તેમની ટીમ આ રેશિયોમાં ઘણા સમયથી પાછળ હતી. તેણે કુલ 388 વન-ડે મેચ રમી છે. જેમાંથી 1 મેચ ટાઈ રહી હતી અને 8 મેચનું પરિણામ આવ્યું ન હતું.

  • Related Posts

    વર્લ્ડ કપ જીતનારી ભારતીય મહિલા ક્રિકેટરોને લોટરી, સુરતના ઉદ્યોગપતિ ડાયમંડ જ્વેલરીનું ઈનામ આપશે

    સુરતના ઉદ્યોગપતિ અને રાજ્યસભાના સાંસદ ગોવિંદ ધોળકિયાએ સાઉથ આફ્રિકાને હરાવીને વન ડે વર્લ્ડ કપ જીતનારી ભારતીય મહિલા ક્રિકેટ ટીમને ડાયમંડ જ્વેલરી અને સોલાર પેનલનું ઈનામ આપવાની જાહેરાત કરી છે. ગોવિંદ…

    Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *