6000 કરોડના કૌભાંડમાં ફરાર મુખ્ય આરોપી ભુપેન્દ્રસિંહ ઝાલાની મહેસાણાના દવાડા ગામેથી ધરપકડ

ગુજરાતમાં સૌથી મોટું કૌભાંડ આચરનારા અને એક મહિનાથી ફરાર BZ કૌભાંડના માસ્ટરમાઈન્ડ ભુપેન્દ્રસિંહ ઝાલાની મહેસાણાથી સીઆઈડી ક્રાઈમ દ્વારા ધરપકડ કરવામાં આવી છે.

ગુજરાતમાં સૌથી મોટું કૌભાંડ આચરનારા અને એક મહિનાથી ફરાર BZ કૌભાંડના માસ્ટરમાઈન્ડ ભુપેન્દ્રસિંહ ઝાલાની મહેસાણાથી સીઆઈડી ક્રાઈમ દ્વારા ધરપકડ કરવામાં આવી છે. 6000 કરોડના કૌભાંડમાં ફરાર મુખ્ય આરોપી ભુપેન્દ્રસિંહ ઝાલાની મહેસાણાના દવાડા ગામની સીમમાંથી ધરપકડ કરવામાં આવી છે. CID ક્રાઈમ ભુપેન્દ્રસિંહને લઈને ગાંધીનગર રવાના થઈ છે.

ઉલ્લેખનીય છે કે ધરપકડથી બચવા ભુપેન્દ્રસિંહ ઝાલાએ હાઇકોર્ટમાં આગોતરા જામીન અરજી કરી હતી જેને હાઈકોર્ટે ફગાવી દીધી હતી. રાજ્યમાં 6000 કરોડનું કૌભાંડ સામે આવ્યાં ત્યાર બાદથી ભુપેન્દ્રસિંહ ઝાલા ભૂગર્ભમાં ઉતરી ગયો હતો. જેને સીઆઈડી ક્રાઈમની ટીમ એક મહિનાથી શોધી રહી હતી.

કૌભાંડની મોડસ ઓપરેન્ડી

હિંમતનગર રાયગઢમાં ઝાલાનગર ભુપેન્દ્રસિંહ પરબતસિંહ બી.ઝેડ ટ્રેડર્સ, બી.ઝેડ સર્વીસ, બી.ઝેડ. ગ્રૂપ જેવી ત્રણ જેટલી સીઈઓ તરીકે કાર્યરત તલોદ, હિંમતનગર, જિલ્લામાં વિજાપુર, જિલ્લામાં મોડાસા ખાતે, ગાંધીનગરમાં ઓફિસો બીજા એજન્ટો રાખી જુદા જુદા શહેરોમાં હતી. આ ઓફિસ ઉંચા વળતરની લાલચ આપી કરોડો ઉઘરાવ્યા હતા. રાષ્ટ્રીયકૃત બેંક અને અન્ય નાણાંકીય સંસ્થા કરતા રોકાણકારોને ફિક્સ એફડી પર 7 ટકા અને મૌખિક 18 ટકા ઉંચા વ્યાજની લાલચ અને તેની સાથે 5 લાખના રોકાણ પર 32 ઈંચનું એલઈડી ટીવી, 10 લાખના રોકાણ પર ગોવાની ફ્રી ટૂર આરોપીઓ આપતા હતા. આ રીતે રોકાણકારોને ઉંચા વ્યાજની લાલચ આપી શરૂઆતમાં રોકાણ સામે કહ્યા મુજબ ઉંચું વ્યાજ ચુકવી વિશ્વાસ સંપાદન કરી આરોપીઓએ 6 હજાર કરોડ રૂપિયા રોકાણકારો પાસેથી ઉઘરાવી લીધા હતા.

  • Related Posts

    હવામાં ‘મોરે મોરો’ જેવી સ્થિતિ, બે વિમાન સામસામે આવ્યા.

    અમદાવાદ એરપોર્ટ પર 164 પ્રવાસીઓ સાથેના એર ઇન્ડિયાના વિમાને ખોટો વળાંક લઇ લેતા ઇન્ડિગોના અન્ય વિમાનની સામે જ આવી ગયું હતું. બન્ને વિમાનો વચ્ચે માત્ર 200 મીટરનું અંદર રહયું હતું.…

    જૂન મહિનામાં આ દિવસથી શરૂ થાય છે ઘાતક ‘મૃત્યુ પંચક’! ભૂલથી પણ ના કરતા આ 5 કાર્યો, નહીં તો વધી શકે મુશ્કેલીઓ

    પંચક’ દર મહિને આવે છે અને તેના દરેક દિવસને અશુભ માનવામાં આવે છે. આ જૂન માસમાં ‘મૃત્યુ પંચક’ લાગી રહ્યું છે, આ સમયને હાનિકારક અને કષ્ટદાયક માનવામાં આવે છે. જ્યારે…

    Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *