
શરીરનું વધતું વજન અને બહાર નીકળતુ પેટ ઘણા લોકો માટે મોટી સમસ્યા બની ગયા છે. તેવામાં અહીં જાણો કઈ રીતે પેટની સાઈઝ ઓછી કરવા માટે રાતના સમયે કેટલીક ડ્રિંક્સ પીવાથી ફાયદો જોવા મળે છે.
વજન જેટલું ઝડપથી વધે છે તેટલું જલ્દી ઘટતું નથી. આવી સ્થિતિમાં લોકો વધતા વજનને ઓછું કરવા માટે અનેક પ્રયાસો કરે છે. પરંતુ, બધા પાસે જિમ કે યોગ ક્લાસમાં જવાનો સમય નથી હોતો. આવી સ્થિતિમાં, ડાયટ એ એકમાત્ર રસ્તો છે જેના દ્વારા વજન ઓછું કરી શકાય છે. પરંતુ, સ્ટ્રીક્ટ ડાયટ પ્લાન ફોલો કરવો પણ સરળ નથી. આવી સ્થિતિમાં, લાઈફસ્ટાઈલ અને ખાનપાનમાં નાના ફેરફારો કરીને જ વજન ઘટાડવાના પ્રયાસો કરી શકાય છે. અહીં કેટલાક એવા ડ્રિંક્સ (Weight Loss Drinks) નો ઉલ્લેખ કરવામાં આવી રહ્યો છે જે રાત્રે પીવાથી પેટની ચરબી એટલે કે બેલી ફેટ (Belly Fat) ઓછું થઈ શકે છે.
બેલી ફેટ ઘટાડતી ડ્રિંક્સ
એન્ટી-ઓક્સિડેન્ટથી ભરપૂર ગ્રીન ટી પીવાથી ફેટ બર્ન થવા લાગે છે. ફેટ બર્ન કરવા માટે, રાત્રે જમ્યાના અડધા કલાક પછી ગ્રીન ટી પી શકાય છે. આ ડ્રિંક મેટાબોલિઝમને બુસ્ટ કરે છે અને પેટની ચરબી ઘટાડવામાં અસરકારક છે.
વરિયાળીનું પાણી
એક ગ્લાસ પાણીમાં એક ચમચી વરિયાળી નાખીને ઉકાળો. વરિયાળીમાં એન્ટી-ઓક્સિડેન્ટ હોય છે અને તે ગંદા ટોક્સિન્સને પણ દૂર કરે છે. આવી સ્થિતિમાં વરિયાળીનું પાણી એક સારા ડિટોક્સ ડ્રિંકની જેમ કામ કરે છે.
ધાણાનું પાણી
બેલી ફેટ ઓછું કરવા માટે ધાણાનું પાણી બનાવીને પી શકાય છે. ધાણા એક એવો મસાલો છે જે પાચનક્રિયા સુધારવામાં મદદ કરે છે. આ માત્ર ખોરાકને સારી રીતે પચાવે છે, પરંતુ ગેસ અને પેટનું ફૂલવું જેવી સમસ્યાઓ પણ દૂર કરે છે. એક કપ પાણીમાં એક ચમચી ધાણા (Coriander Seeds) ઉકાળો અને પછી તેને ગાળીને આ પાણીને હૂંફાળું પીવો. આ પાણી બીજા દિવસે સવારે પણ ખાલી પેટ પી શકાય છે.
લીંબુ પાણી
ઠંડુ નહીં, પણ એક ગ્લાસ હુંફાળા પાણીમાં લીંબુનો રસ (Lemon Juice) ભેળવીને રાત્રે પી શકાય છે. આ પાણીમાં થોડું મધ પણ મિક્સ કરી શકાય છે. આ પાણી કેલરી બર્ન કરવા અને વધારાનું વજન ઘટાડવામાં અસરકારક છે.
Disclaimer: અહીં આપવામાં આવેલી માહિતી સામાન્ય જાણકારી આધારિત છે. કોઈ પણ ઉપાય અજમાવતા પહેલા એક્સપર્ટની સલાહ લેવી આવશ્યક છે. માનવતા ન્યૂઝ કોઈ પુષ્ટિ કરતુ નથી.