
અમદાવાદની ખ્યાતિ હોસ્પિટલમાં બનેલી ઘટના બાદ રાજ્ય સરકાર સતત બેઠકો કરી રહી છે. ત્યાં જ ખ્યાતિ હોસ્પિટલમાં બે દર્દીઓના મોતને લઈ મોટી ખબર સામે આવી છે. પ્રાપ્ત જાણકારી અનુસાર, આ મામલે ગુજરાત સરકાર ફરિયાદી બનશે.
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સ્વાસ્થ્ય મંત્રી ઋષિકેશ પટેલ અને ઉચ્ચ પોલીસ અધિકારીઓની હાજરીમાં મળેલી બેઠકમાં આ ફેંસલો લેવામાં આવ્યો છે. આ મામલે પોલીસે કાયદાકીય કાર્યવાહીની રિપોર્ટ પણ સોંપી છે. એવી પણ જાણકારી સામે આવી રહી છે કે, પ્રથમ દ્રષ્ટીએ ખ્યાતિ હોસ્પિટલની ગંભીર બેદરકારી સ્વીકારાઈ છે. હવે હોસ્પિટલ સ્ટાફ અને ડોક્ટરો વિરૂદ્ધ સખત કાર્યવાહી કરવામાં આવશે. જે અંતર્ગત હોસ્પિટલનું લાઈસન્સ પણ કેન્સલ કરવામાં આવશે.
તપાસ રિપોર્ટ હેલ્થ કમિશનરને આપવામાં આવશે
તમને જણાવી દઈએ કે, ખ્યાતિ હોસ્પિટલ દ્વારા મહેસાણાના કડી ખાતે એક સ્વાસ્થ્ય કેમ્પનું આયોજન કરાયું હતું અને દર્દીઓને હૃદય સંબંધી સારવાર માટે અમદાવાદ લાવવામાં આવ્યા હતા. જ્યાં બે દર્દીઓના મોત બાદ પરિવારજનોએ જોરદાર હંગામો કર્યો હતો. આ સિવાય હોસ્પિટલમાં તોડફોડ પણ કરવામાં આવી હતી. સ્વાસ્થ્ય વિભાગે આ મામલે તપાસન આદેશ આપ્યા છે.
સ્વાસ્થ્ય વિભાગના ઉચ્ચ અધિકારીઓ અનુસાર, એવું લાગે છે કે પ્રાથમિક સ્તરે દર્દીઓ પાસે સારવારના નામે પૈસા એંઠવાનું કૌભાંડ કરવામાં આવ્યું છે. જેને જોતા હોસ્પિટલનું બાકીનું બિલ રોકી દેવામાં આવ્યું છે. આગળ એક્સપર્ટની રિપોર્ટ બાદ સ્વાસ્થ્ય આયુક્તના નેતૃત્વમાં આગળનો ફેંસલો લેવામાં આવશે.
સ્વાસ્થ્ય વિભાગે આ વાત પર પણ વિચાર કર્યો છે કે, જ્યાં સુધી આ યોજના અંતર્ગત હોસ્પિટલ પેનલમાં સામેલ નથી થતા ત્યાં સુધી ડોક્ટરોને બીજા હોસ્પિટલમાં પ્રેક્ટિસ કરવાની પરમિશન અપાશે નહીં, ત્યાં સુધી સસ્પેન્સનની કાર્યવાહી કરવામાં આવી શકે છે.