
પાકિસ્તાની ડોન શહજાદ ભટ્ટીએ અભિનેતા અને ભાજપના નેતા મિથુન ચક્રવર્તીને ધમકી આપી છે. ભટ્ટીએ મિથુનના કથિત રીતે ભડકાઉ ભાષણ સામે વાંધો ઉઠાવ્યો છે અને તેને 10-15 દિવસમાં માફી માંગવાની ચેતવણી આપી છે.
સલમાન ખાન અને શાહરૂખ ખાન બાદ હવે અભિનેતા મિથુન ચક્રવર્તીને પણ ધમકી મળી છે. એવા સમાચાર છે કે પાકિસ્તાની ડોન શહજાદ ભટ્ટીએ દુબઈ અને કોલકાતાના ભાજપના એક નેતા અને અભિનેતાને ધમકી આપી છે. તેમજ માફી માંગવાની સલાહ આપી અને કહ્યું કે જો તેઓ આમ નહીં કરે તો તેમને પસ્તાવો કરવો પડી શકે છે. તેના બે વીડિયો સામે આવ્યા છે, જેમાં તે ધમકી આપી રહ્યો છે અને મિથુન ચક્રવર્તીના નિવેદન પર તેનો ડાયલોગ બેઝ્ડ કરી રહ્યો છે.હકીકતમાં, દાદા સાહેબ ફાળકે પુરસ્કાર વિજેતા મિથુન ચક્રવર્તીએ ગયા મહિને ઉત્તર 24 પરગણા જિલ્લામાં પાર્ટીના એક કાર્યક્રમ દરમિયાન કથિત રીતે ભડકાઉ ભાષણ આપ્યું હતું. જે બાદ તેની સામે એફઆઇઆર નોંધવામાં આવી હતી. તેણે કહ્યું હતું કે, ‘આજે હું એક અભિનેતા તરીકે નહીં પરંતુ 60 ના દાયકાના મિથુન ચક્રવર્તી તરીકે બોલી રહ્યો છું.મેં લોહીની રાજનીતિ કરી છે, તેથી રાજકારણની યુક્તિઓ મારા માટે નવી નથી. હું જાણું છું કે શું પગલું ભરવામાં આવશે. હું કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહની સામે કહી રહ્યો છું કે આ માટે જે જરૂરી હશે તે કરીશ.હવે આ બાબતે ભટ્ટીને ગુસ્સો આવ્યો અને તેણે ધમકીભર્યો વીડિયો જાહેર કર્યો અને ચાર વાતો કહી. તેણે મિથુન ચક્રવર્તીની લાઇન પર ભાર મૂકતા 10-15 દિવસમાં માફી માંગવા કહ્યું જેમાં તેણે કથિત રીતે નિવેદન આપ્યું હતું કે તે મુસ્લિમોને કાપીને તેમની જગ્યાએ ફેંકી દેશે.