
અમદાવાદના બોપલ વિસ્તારમાં એક કાર ડ્રાઈવરે એમબીએના વિદ્યાર્થીની છરી મારીને હત્યા કરી દીધી, કારણ કે બેદરકારીથી ગાડી ચલાવવા બદલ વિદ્યાર્થી સાથે તેનું ઘર્ષણ થયું હતું.
અમદાવાદ શહેરના બોપલ વિસ્તારમાં બેદરકારીથી કાર હંકાવનાર સાથે ઘર્ષણ બાદ અજાણ્યા કાર ડ્રાઈવરે એમબીએનો અભ્યાસ કરતા 23 વર્ષીય વિદ્યાર્થીની ચાકુ મારીને હત્યા કરી દીધી. પોલીસે સોમવારે આ જાણકારી આપી હતી. પોલીસે જણાવ્યું કે, રવિવારની રાત્રે લગભગ 11 વાગ્યાની આસપાસ મુદ્રા ઈન્સ્ટીટ્યૂટ ઓફ કોમ્યુનિકેશનના બે વિદ્યાર્થી એક બેકરી પરથી કેક ખરીદીને મોટરસાઈકલથી પોતાના હોસ્ટેલ પરત ફરી રહ્યા હતા,ત્યારે જ રસ્તામાં આ વારદાત બની હતી.
અમદાવાદ ગ્રામીણના પોલીસ અધીક્ષક ઓમ પ્રકાશ જાટ એ વધુમાં કહ્યું કે, બેકરીથી પરત ફરતી વખતે બંને વિદ્યાર્થીઓની બેદરકારીથી કાર ચલાવનારા ડ્રાઈવર સાથે ઝડપ થઈ હતી. જાટે જણાવ્યું કે, કાર ડ્રાઈવરે વિદ્યાર્થીઓનો લગભગ 200 મીટર સુધી પીછો કર્યો હતો અને પછી પોતાના વાહનમાંથી ચાકુ નિકાળીને વિદ્યાર્થી પર વાર કરી દીધો હતો. પોલીસ અધીક્ષકે એવું પણ કહ્યું કે, ઘાયલ પ્રિયાંશુને એક હોસ્પિટલમાં લઈ જવાયો હતો જ્યાં તેનું મોત થઈ ગયું.
તેમણે વધુમાં કહ્યું,”આરોપીની હજુ પણ ઓળખ થઈ શકી નથી પરંતુ અમે તેની અળખ કરવામાં જોડાયેલા છીએ અને ખુબ જ જલ્દી તે પકડમાં આવી જશે”. એક પોલીસ અધિકારીએ આગળ જણાવ્યું કે, પ્રિયાંશુ સંસ્થાનમાં માસ્ટર ઓફ બિઝનેસ એડમિનિસ્ટ્રેશનમાં બીજા વર્ષનો વિદ્યાર્થી હતો.