
કાળીચૌદસના દિવસે મહાકાળી અને હનુમાનજી રક્ષણ કરશે. કાળીચૌદસ અંગે જણાવતા જાણીતા જ્યોતિષી ચેતન પટેલે જણાવ્યું કે ઉગ્ર દેવી દેવતાની સાધના માટે તુરંત ફળ આપતો દિવસ અને રાત્રી છે, જેમાં પણ શુભ મુહર્ત અનેરી સિદ્ધિ આપે છે. આ માટે જ કાળીચૌદશની સાધના મંત્ર પ્રયોગ, યંત્ર પ્રયોગ કે આરાધના કરવાથી રાક્ષસ ભૂત અંધકાર, પ્રેત પિશાચ રાત્રિ, ભય નાશ પામે છે.આ દિવસે અને રાત્રે મહાકાળી પૂજા, હનુમાનજીની પૂજા, ભૈરવ પૂજા અને તંત્ર યંત્ર મંત્ર સાધના તેમજ અન્ય ઉગ્ર દેવી દેવતાની સાધના નો પર્વ છે.
કાળી ચૌદશના દિવસ અને રાત્રિએ કરેલી પૂજા કે સાધના સહસ્ત્ર ગણું ફળ આપે છે. આ અંગે વધુ માહિતી આપતા જાણીતા જ્યોતિષી ચેતન પટેલે જણાવ્યું કે મંત્ર વગર દેવીની પૂજા શકય નથી, ધર્મ અનુસાર મંત્ર જ આપણું રક્ષણ કરે છે. આ માટે જ કાળીચૌદશની સાધના મંત્ર પ્રયોગ, યંત્ર પ્રયોગ કે આરાધના કરવાથી રાક્ષસ ભૂત અંધકાર, પ્રેત પિશાચ રાત્રિ, ભય નાશ પામે છે . આપત્તિ, સંકટ સામે રક્ષણ મળે અને શક્તિની પ્રાપ્તિ થાય છે.કાળીચૌદસે મહાકાળી ભૈરવ,રુદ્ર, હનુમાનજી જેવા ઉગ્ર દેવી -દેવતાઓની પૂજા પ્રાર્થના સાધના કે મંત્ર ઉપાસના કરવામાં આવે છે.
આ અંગે જ્યોતિષ ચેતન પટેલે વધુમાં જણાવ્યું કે આ દિવસ અને રાત્રિને સિદ્ધદાયી માનવામાં આવે છે. તેથી જ આદિ અનાદિ કાળથી કાળીચૌદસે તંત્ર -મંત્ર -યંત્ર સિદ્ધિપ્રયોગો વિશેષ પ્રયોગો સાધનાઓ થાય છે અને ફળદાયી હોવાથી તેનું અનેરું મહત્ત્વ પણ છે.સામાન્ય લોકો પણ કાળી ચૌદસના દિવસે મહાકાળી, હનુમાનજી અને ભૈરવની અનેક ઉપાસના કરી કૃપા મેળવી શકે છે. મહાકાળી સ્વરૂપ ભલે ભયંકર વિકરાળ લાગે પરંતુ તે ભક્તોનું સદાય શુભ કરવા વાળી છે.ઉપરોક્ત સાધનામાં મહાકાળી ના મહામંત્રની સાધના શ્રેષ્ઠ ગણાય છે.
મહાકાળી મંત્ર યંત્ર સાધનાનો પ્રયોગ:ॐ क्रीं ॐ क्रीं काली नमः ॐ क्रीं कालिकायै नमः
મંત્ર- “ જયંતિ મંગલા કાલી ભદ્રકાલી કૃપાલીની , દુર્ગા ક્ષમા શિવાધાત્રી સ્વાહા સ્વધા નમોસ્તુતે.
ઉપરોક્ત મંત્રની સંકલ્પ પૂર્વક 3 માળા કરવાથી મહાકાળીનું રક્ષણ પ્રાપ્ત થાય છે શત્રુ પર વિજય મેળવી શકાય છે.
વિઘ્ન નિવારણ મંત્ર : ઓમ્ નમો હનુમંતયે ભય ભંજનાય સુખમ્ કુટુ સ્વા
કાળીચૌદસની રાત્રે ધૂપ દીપ પ્રગટાવી હનુમાનજી સમક્ષ બેસી લાલ કે કેસરી વસ્ત્ર પહેરી ઉપરોક્ત મંત્રની સાત માળા કરવાથી કાર્ય રૂકાવટ , રોગ ,સંકટો શત્રુઓ અને તકલીફો અને મુશ્કેલીઓ દૂર થાય છે અને સુખ મળે છે. હનુમાનજીની ઉપાસના સંકટ ભૂત પ્રેત બાધાઓથી મુક્તિ મેળવી શકે છે. શાસ્ત્રમાં કહેવાયું છે કે કાળી ચૌદશએ કરેલી હનુમાન ચાલીસા વર્ષ પર્યંત કલ્યાણકારી નીવડે છે.
“ઓમ હ્રીં ભૈરવ ભૈરવ ભયકરહરમ રક્ષ રક્ષ હું ફટ સ્વાહા:”
કાળીચૌદશની રાત્રે કાળભૈરવનું ધ્યાન કરી ઉપરોક્ત મંત્રની 3 માળા કરવાથી રાક્ષસ ભૂત પ્રેત પિશાચનો ભય રહેતો નથી. શત્રુ બાધાઓ બંધનો મેલી વિદ્યાઓ નાશ પામે છે.
(નોંધ: અહીં આપવામાં આવેલા ઉપાય ધાર્મિક આસ્થાઓ અને લોક માન્યતાઓ પર આધારિત છે, આ આર્ટિકલમાં જ્યોતિષી ચેતન પટેલે પોતાનો વિચારો રજૂ કર્યા છે, માનવતા ન્યૂઝ આ વિચારો સાથે સમંત છે તેમ માનવું નહીં)