
ચોમાસાની ઋતુ એકદમ ફ્રેશનેશ લાવે છે પરંતુ આ સિઝનમાં અનેક બીમારીઓનો ખતરો પણ વધી જાય છે. વરસાદમાં વાતાવરણમાં ભેજ વધારે હોય છે, જેના કારણે બેક્ટેરિયા, વાયરસ અને ફંગસ ઝડપથી વધે છે, જેનાથી ઈમ્યુનિટી પણ ઓછી થઈ જાય છે. આવી સ્થિતિમાં શરીરને અંદરથી મજબૂત બનાવવું ખૂબ જ મહત્વપૂર્ણ છે.
આમ જોવા જઈએ તો બજારમાં અનેક પ્રકારની પ્રોડક્ટ ઉપલબ્ધ છે, જે શરીરને ડિટોક્સ કરવા અને ઈમ્યુનિટી વધારવાનો દાવો કરે છે. જો કે તેમાં ખતરનાક કેમિકલ્સ હોય છે, જેની હેલ્થ પર પણ નેગેટિવ અસર પડે છે. જો કે તમે ઘરે જ હેલ્ધી જ્યુસ તૈયાર કરી શકો છો, જે હેલ્ધી તો રહેશે જ, સાથે સાથે રોગપ્રતિકારક શક્તિ વધારવામાં પણ ખૂબ મદદરૂપ થશે. તમે આ હેલ્ધી જ્યુસને ટમેટા, દાડમ, આમળા, ગાજર અને બીટરૂટથી તૈયાર કરી શકો છો.
જ્યૂસ બનાવવા માટેની સામગ્રી
• 1 ટામેટું
• 1 ગાજર
• 1 બીટ
• અડધું દાડમ
• 2 તાજા આમળા
• અડધો લીંબુનો રસ
• સ્વાદ મુજબ કાળું મીઠું
• 1 ગ્લાસ ઠંડું પાણી
ઘરે જ્યૂસ કેવી રીતે બનાવશો?
આ જ્યૂસ તૈયાર કરવા માટે સૌ પ્રથમ તમામ શાકભાજી અને ફળોને સારી રીતે ધોઈ લો. હવે ટામેટાં, ગાજર અને બીટના નાના-નાના ટુકડા કરી લો. આ બધાને મિક્સરમાં નાંખો અને દાડમના દાણા અને આમળા પણ નાખી દો. તેમાં થોડું પાણી ઉમેરો અને તેને યોગ્ય રીતે મિશ્રિત કરો. હવે આ રસને બરાબર ગાળી લો. તમે તેમાં લીંબુનો રસ અને કાળું મીઠું ઉમેરીને તેને પી શકો છો. તેને ઠંડુ કરવા માટે તમે થોડા બરફના ટુકડા પણ ઉમેરી શકો છો.
આ જ્યુસ રોગપ્રતિકારક શક્તિ વધારે છે.
આ જ્યુસ વરસાદની રૂતુમાં વધુ સારી રોગપ્રતિકારક શક્તિ વધારનાર છે. ટામેટા, આમળા, દાડમ, બીટ અને ગાજરમાં ઘણા પ્રકારના પોષક તત્વો મળી આવે છે, જે શરીર માટે ખૂબ ફાયદાકારક છે. ટામેટાં અને આમળામાં રહેલા વિટામિન સી શરીરની રોગપ્રતિકારક શક્તિમાં સુધારો કરે છે, જેનાથી મોસમી રોગો સામે રક્ષણ મળે છે. સાથે જ ગાજર અને ટામેટાંમાં ભરપૂર માત્રામાં વિટામિન એ મળે છે, જે આંખો માટે ખૂબ જ ફાયદાકારક છે.