
જો તમે મોડી રાત્રે જાગતા રહો છો, તો ઉંમર વધવાની સાથે તમારી માનસિક ક્ષમતા નબળી પડી શકે છે. આવા લોકોને વૃદ્ધાવસ્થામાં સ્મૃતિ ભ્રંશ થવાનું જોખમ સવારે વહેલા ઉઠનારા લોકોની સરખામણીમાં વધુ હોય છે. આ દાવો નેધરલેન્ડ સ્થિત ’યુનિવર્સિટી મેડિકલ સેન્ટર ગ્રોનિન્જેન’ દ્વારા કરવામાં આવેલા એક સંશોધનમાં કરવામાં આવ્યો છે.
અભ્યાસ મુજબ, વ્યક્તિનો ક્રોનોટાઇપ, એટલે કે તેની ઊંઘ અને જાગવાની રીત, તે નક્કી કરે છે કે તે દિવસના કયા ભાગમાં સૌથી વધુ સક્રિય છે. મોડી રાત્રે જાગવું અથવા મોડી સાંજે સક્રિય રહેતા લોકોનું ઊંઘવાનું અને જાગવાનું ચક્ર મોડું શરૂ થાય છે, જ્યારે વહેલા ઉઠનારા લોકો વહેલા સૂઈ જાય છે અને વહેલા જાગે છે.
23 હજાર લોકો પર 10 વર્ષોથી અભ્યાસ: સંશોધકોએ 10 વર્ષ સુધી 23800 સહભાગીઓ પર અભ્યાસ હાથ ધર્યો. આ અંતર્ગત, તેમની માનસિક ક્ષમતાનું 10 વર્ષ સુધી વિશ્લેષણ કરવામાં આવ્યું.આ અભ્યાસમાં જાણવા મળ્યું છે કે સવારે વહેલા ઉઠનારા લોકોની સરખામણીમાં મોડી રાત્રે જાગતા લોકોમાં મગજની ક્ષમતામાં ઘટાડો થવાનો દર વધુ હતો. આ અભ્યાસ ’ધ જર્નલ ઓફ પ્રિવેન્શન ઓફ અલ્ઝાઇમર ડિસીઝ’ માં પ્રકાશિત થયો છે.
• શક્ય હોય ત્યાં સુધી, શરીરના ઊંઘ ચક્રની વિરુદ્ધ હોય તેવા કાર્યો કરવાનું ટાળો.
• જો શરીર મેલાટોનિન (ઊંઘ લાવનાર હોર્મોન) ઉત્પન્ન ન કરતું હોય, તો ઊંઘ નહીં આવે, એટલે કે શરીર અત્યારે ઊંઘવા માંગતું નથી.
• જે લોકો મોડા સુધી જાગે છે તેમને સવારના બદલે થોડા મોડા કામ શરૂ કરવાની છૂટ આપવી જોઈએ.
• જો મગજને પૂરતો આરામ ન મળે તો વ્યક્તિ ખરાબ ટેવો અપનાવવા લાગે છે.
અભ્યાસમાં, શિક્ષિત લોકોમાં માનસિક ક્ષમતા નબળી પડવાનો દર વધુ જોવા મળ્યો અને તેનું કારણ પૂરતી અને સારી ઊંઘનો અભાવ હોઈ શકે છે. આમાંના મોટાભાગના લોકો એવા છે.જેમને સવારે વહેલા કામ પર જવું પડે છે, જેના કારણે તેઓ ઓછી ઊંઘ લઈ શકે છે અને તેમના મનને પૂરતો આરામ મળતો નથી. ઊંઘ-જાગૃતિ ચક્રમાં એક કલાકનો વિલંબ દર દાયકામાં મગજના કાર્યમાં 0.8 પોઈન્ટના ઘટાડા સાથે સંકળાયેલો હતો.