
આજના સમયમાં હાર્ટ એટેક કોઈપણ ઉંમરના વ્યક્તિને આવી શકે છે. હાર્ટ એટેક મેડિકલ ઈમરજન્સી છે જેમાં હૃદયમાં બ્લડ ફ્લો અટકી જાય છે. હાર્ટ એટેક આવે ત્યારે સામાન્ય રીતે દર્દીને છાતીમાં તીવ્ર દુખાવો, હાથમાં દુખાવો, જબડામાં દુખાવો અને પીઠમાં દુખાવા જેવા લક્ષણ જોવા મળે છે. સામાન્ય રીતે હાર્ટ એટેક આવવાનું મુખ્ય કારણ બ્લડ કલોટીંગ હોય છે.
હાર્ટ એટેક આવવાના કેટલાક કલાક પહેલા શરીરમાં કેટલાક ખાસ સંકેત દેખાવા લાગે છે. જો આ લક્ષણો ઉપર ધ્યાન આપવામાં આવે તો હાર્ટ એટેકના રિસ્ક થી બચી શકાય છે. તો ચાલો તમને જણાવીએ હાર્ટ એટેકના બે કલાક પહેલાં શરીરમાં દેખાતા લક્ષણો વિશે.
હાર્ટ એટેકના 2 કલાક પહેલા શરીરમાં દેખાતા લક્ષણ –
હાર્ટ અટેક આવવાના કેટલા કલાકો પહેલા દર્દીના છાતીમાં કે છાતીના વચ્ચેના ભાગમાં તિવ્ર દુખાવો થાય છે. છાતી સિવાય શરીરમાં અચાનક જ પ્રેશર કે દુખાવો અનુભવા લાગે છે. જો આ પ્રકારનો દુખાવો અચાનક થતો હોય તો ડોક્ટરની સલાહ અચૂક લેવી. – હાર્ટ એટેક આવવાનો હોય તે પહેલા શરીરના કેટલાક ભાગમાં દબાણ જેવું લાગે છે. જેમાં ડાબી તરફના બાવળામાં, ખભામાં, ગરદનમાં અને પીઠમાં દુખાવો થાય છે. આ દુખાવો ધીરે ધીરે પેટ તરફ જવા લાગે છે. આ સંકેતને ક્યારેય ઇગ્નોર કરવા નહીં.
– હાર્ટ એટેક આવવાનો હોય તે પહેલા દર્દીને શ્વાસ લેવામાં તકલીફ થવા લાગે છે. મહેનત વાળું કામ જ નહીં પરંતુ હળવી શારીરિક એક્ટિવિટીમાં પણ શ્વાસ લેવામાં સમસ્યા થાય છે. – હાર્ટ એટેક આવવાનો હોય તેના બે કલાક પહેલા દર્દીને અચાનક જ પરસેવો વધવા લાગે છે. પરસેવો આવવો સામાન્ય વાત છે પરંતુ ફિઝિકલ એક્ટિવિટી વિના પણ પરસેવો થવા લાગે તો તે ગંભીર સમસ્યા છે.
(Disclaimer: અહીં આપવામાં આવેલી માહિતી સામાન્ય માન્યતાઓ અને જાણકારી પર આધારિત છે. માનવતા ન્યૂઝ તેની પુષ્ટિ કરતું નથી.)