
સૈફ અલી ખાન પર 16 જાન્યુઆરીએ થયેલા ચાકુથી હુમલામાં મુંબઇ પોલીસે આરોપીની ધરપકડ કરી છે. એએનઆઈના રિપોર્ટ અનુસાર, પોલીસે 19 જાન્યુઆરી, રવિવારની સવારે તેની ધરપકડ કરી લીધી છે. આ કેસમાં ઘણા લોકોની પૂછપરછ કરવામાં આવી હતી અને આરોપીઓને પકડવા માટે 20 ટીમો બનાવવામાં આવી હતી.
સૈફ અલી ખાન પર હુમલો કરનાર આરોપી પશ્ચિમ બંગાળનો રહેવાસી છે. આરોપી મુંબઇ પોલીસને પોતાનું અલગ અલગ જણાવી રહ્યો છે. તેણે પોતાનું નામ મોહમ્મદ ઇલિયાસ અને વિજય દાસ જણાવ્યું છે.
16 જાન્યુઆરી, ગુરુવારે સૈફ અલી ખાનના બાંદ્રા સ્થિત ઘરે એક આરોપીએ ચાકુ વડે તેના પર છ વખત હુમલો કર્યો હતો. આ હુમલામાં સૈફ અલી ખાન ગંભીર રીતે ઘાયલ થયો હતો. સૈફ અલી ખાન પર હુમલો કર્યા બાદ આરોપી ત્યાંથી નાસી છુટ્યો હતો.
ચાકુ વડે હુમલાથી ઘાયલ સૈફ અલી ખાનને લોહીથી લથબથ હાલતમાં મુંબઇની લીલાવતી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો, જ્યાં તેની સર્જરી કરવામાં આવી હતી. હોસ્પિટલના સિનિયર ડોક્ટરોએ પ્રેસ કોન્ફરન્સ યોજીને અભિનેતા વિશે સંપૂર્ણ માહિતી આપી હતી અને કહ્યું હતું કે તેની કરોડરજ્જુ પાસે એક ઊંડો ઘા હતો અને તેની અંદરથી લગભગ અઢી ઇંચ લાંબો એક ચાકુનો ટુકડો બહાર કાઢ્યો હતો. જેને પોલીસે કબજામાં લીધો છે. ડોક્ટરોએ જણાવ્યું હતું કે સૈફ અલી ખાનની કરોડરજ્જુથી છરી માત્ર 2 મીમી બચી ગયું, જો તે વધુ અંદર ઘૂસ્યો હોત, તો આ કેસ વધુ ગંભીર બની શક્યો હોત.
ગુરુવારે સૈફ અલી ખાનના બાંદ્રા સ્થિત ઘરે એક આરોપીએ ચાકુ વડે તેના પર છ વખત હુમલો કર્યો હતો. આ હુમલામાં સૈફ અલી ખાન ગંભીર રીતે ઘાયલ થયો હતો. સૈફ અલી ખાન પર હુમલો કર્યા બાદ આરોપી ત્યાંથી નાસી છુટ્યો હતો.