
સ્વાસ્થ્ય સમસ્યાઓને લઈ જેલથી બહાર આવેલ આસારામની મુશ્કેલીઓ ફરીથી વધી શકે છે. સુપ્રીમ કોર્ટે સારવાર કરાવવા માટે તેમને જામીન આપ્યા હતા પરંતુ આરોપ છે કે તે બનાસકાંઠાનના પાલનપુરમાં એક સત્સંગમાં સામેલ થયા હતા. મીડિયા અહેવાલો અનુસાર, આ સત્સંગ પાલનપુરના મહેશ્વરી હોલમાં થયો હતો.
ત્યાં જ એવી પણ જાણકારી સામે આવી હતી કે, પોલીસ ત્યાં પહોંચી તે પહેલા જ આસારામ ત્યાંથી નીકળી ગયા હતા. જેના પછી પોલીસે મંજૂરી વિના યોજેલ સત્સંગના આરોપમાં આયોજકોની અટકાયત કરી અને પૂછપરછ કરી હતી. આસારામ 12 વર્ષ જેલમાં રહ્યા બાદ જામીન પર બહાર આવ્યા છે. આ પહેલા કોર્ટે તેમને બે વખત સારવાર માટે જામીન આપ્યા હતા.
31 માર્ચ સુધી જેલની બહાર રહેશે આસારામ
સુપ્રીમ કોર્ટે મેડિકલ આધાર પર અંતરિમ જામીન આપતા ઘણી શરતો મૂકી હતી. જેમાં કહેવામાં આવ્યું હતું કે, તેઓ પોતાના અનુયાયીઓને મળશે નહીં અને ન તો સાક્ષીઓને પ્રભાવિત કરવાની કોશિશ કરશે. સુપ્રીમ કોર્ટે આસારામને 31 માર્ચ સુધીના જામીન આપ્યા છે.
જોધપુરથી અમદાવાદ પહોંચ્યા આસારામ
તમને જણાવી દઈએ કે, બળાત્કારના કેસમાં દોષી આસારામ જેલથી બહાર આવ્યા બાદ પોતાના જોધપુર આશ્રમથી અમદાવાદ માટે રવાના થયા હતા. ગુરૂવારે લગભગ 1.30 કલાકે તે રોડ માર્ગે અમદાવાદ માટે નીકળ્યા હતા. પ્રાપ્ત જાણકારી અનુસાર, તેઓ અમદાવાદમાં પોતાના મોટેરા આશ્રમમાં રોકાયા અને સ્પેશિયલ ડોક્ટરો પાસે પોતાની સારવાર કરાવશે.
વર્ષ 2013 માં આસારામ પર સગીરા પર દુષ્કર્મ કરવાનો આરોપ લગાવાયો હતો. 15 ઓગસ્ટ 2013 એ આસારામ વિરૂદ્ધ કેસ ફાઈલ કરાયો હતો. 31 ઓગસ્ટે આસારામને ઈંદોરથી ધરપકડ કરવામાં આવી હતી. આ મામલે આસારામને આજીવન કારાવાસની સજા મળી છે. ગુજરાતમાં એક અન્ય દુષ્કર્મ કેસમાં પણ આસારામને સજા મળી છે.