સાઉથ ફિલ્મ સ્ટાર વિજય દેવરકોંડા – રશ્મિકા મંદાનાનાં તેલુગુ રિવાજથી લગ્ન સંપન્ન

સાઉથ ફિલ્મ ઈન્ડસ્ટ્રીના ફેવરિટ કપલ રશ્મિકા મંદાના અને વિજય દેવરકોંડા આખરે લગ્નના બંધનમાં બંધાઈ ગયા છે. ઉદયપુરની આઈટીસી હોટલ મેમેન્ટોસ ખાતે યોજાયેલા આ ભવ્ય સમારોહમાં બંનેના આજે સૌ પ્રથમ તેલુગુ રીતિ-રિવાજ મુજબ લગ્ન સંપન્ન થઈ ગયા છે અને હવે સાંજે 4 વાગ્યે રશ્મિકાના વતન કુર્ગની પરંપરા મુજબ ‘કોડવા’ રીત-રિવાજ મુજબ લગ્ન યોજાશે.

કોડવા સમુદાયમાં લગ્નનો ઉત્સવ ‘મંગલા’ તરીકે ઓળખાય છે, જે અત્યંત ઉલ્લાસ અને રંગબેરંગી વાતાવરણમાં ઉજવાય છે. આ લગ્ન માત્ર મનોરંજન કે જમણવાર પૂરતા સીમિત નથી, પરંતુ તે પરિવારજનો અને મિત્રો માટે પરસ્પર પ્રેમ અને ખુશીઓ વહેંચવાનું એક મહત્ત્વનું માધ્યમ છે.

આ લગ્ન વિધિની સૌથી મોટી વિશિષ્ટતા એ છે કે તેમાં પ્રચલિત હિન્દુ લગ્નોની જેમ કોઈ પંડિત કે પૂજારીની હાજરી હોતી નથી. એટલું જ નહીં, અહીં પવિત્ર અગ્નિની આસપાસ ફેરા લેવાની પણ પ્રથા નથી.આ સમગ્ર મંગળ વિધિનું સંચાલન પરિવારના વડીલો દ્વારા જ કરવામાં આવે છે. વર-વધૂ અને બંને પક્ષના લોકો પોતાના પૂર્વજોનું સ્મરણ કરી ‘કાવેરી અમ્મા’ (દેવી કાવેરી)ના આશીર્વાદ મેળવે છે. એક પવિત્ર દીવાની સાક્ષીએ અત્યંત સાદગીપૂર્ણ રીતે લેવામાં આવતા આ આશીર્વાદ કોડવા લગ્નને સરળ છતાં આધ્યાત્મિક રીતે અત્યંત ગહન બનાવે છે.

મીડિયા રિપોર્ટ્સ અનુસાર લગ્ન પૂર્વેના ફંક્શનમાં રશ્મિકાએ પોતાની ફિલ્મ ‘પુષ્પા 2’ના ગીતો પર ડાન્સ કરીને મહેમાનોનું દિલ જીતી લીધું હતું. તેમજ સોશિયલ મીડિયા પર આ જોડીની ફેક AI તસવીરો વાઇરલ થઈ રહી છે, પરંતુ કપલે હજી સુધી લગ્નની ઓફિશિયલ તસવીરો શેર કરી નથી.

  • Related Posts

    રૂપેરી પરદે હસાવતો કોમેડિયન રાજપાલ યાદવ હાલ તિહાર જેલમાં

    પ્રખ્યાત બોલિવૂડ અભિનેતા રાજપાલ યાદવ હાલમાં ગંભીર કાનૂની સંકટનો સામનો કરી રહ્યા છે. રૂ.9 કરોડના ચેક બાઉન્સ કેસમાં દિલ્હીની તિહાર જેલ નંબર 2માં બંધ છે. એક્ટરનું જીવન એક સામાન્ય કેદી…

    જોન અબ્રાહમને ઓળખી ના શક્યા ફેન્સ, અભિનેતાનો નવો લુક

    પ્રખ્યાત બોલિવૂડ અભિનેતા જોન અબ્રાહમ હંમેશા તેના અભિનય અને ફિટનેસ માટે ચર્ચામાં રહે છે. ચાહકો તેના આગામી પ્રોજેક્ટ્સની આતુરતાથી રાહ જુએ છે. અભિનેતાના ફિટનેસ રૂટિનના ફોટા પણ સોશિયલ મીડિયા પર…

    Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *