
દક્ષિણ કોરિયાના મુઆને ઇન્ટરનેશનલ એરપોર્ટ પર રવિવારે એક મોટી દુર્ઘટના સજાઈ છે. અહીં એક પ્લેન રનવે પરથી ક્રેશ ( થતાં ૧૭૭ લોકોનાં મોત થયાં હતાં. સુત્રોના જણાવ્યા અનુસાર આ દુર્ઘટનાએ સમયે બની જ્યારે થાઈલેન્ડથી ઉડાન ભરી રહેલું જેજુ એરનું વિમાન ૧૭૫ મુસાફરો અને e & મેમ્બરોને લઈને એરપોર્ટ પર ઉતરી રહ્યું હતું ત્યારે આ દુર્ઘટના સજાઈ હતી. દુર્ઘટનાના એક વીડિયો સામે આવ્યો છે જેમાં પોન રનવે પરથી ઉતરીને દૂર સુધી સરકતું જોવા મળે છે અને પછી ફેન્સિંગ સાથે અથડાય છે. ટક્કર બાદ પ્લેનમાં જોરદાર વિસ્ફોટ થાય છે અને તેના પાંખિયા તૂટી જાય છે. ટક્કર બાદ તરત જ પ્લેનમાં આગ ભભુકી ઉઠે છે. પ્લેન રનવે પરથી સરકીને વાડ સાથે અથડાયું હતું. સાઉથ-વેસ્ટ કોસ્ટ એરપોર્ટે પર સ્થાનિક સમય મુજબ સવારે ૯:૦૭ વાગ્યે આ ઘટના બની હતી. દક્ષિણ કોરિયાના કાર્યવાહક રાષ્ટ્રપતિ ચોઈ સુંગ-મોકે રાહત અને બચાવ કામગીરીને ઝડપી બનાવવા સૂચના આપી છે. રિપોર્ટ્સ અનુસાર, સાઉથકોરિયાના મુઆન એરપોર્ટ પર રવિવારે એક વિમાન દુર્યટના સજાઈ હતી. આ ઘટના મુજબ જેજુ એરના વિમાનમાં આગ લાગી. આ લાઈટ વાઈલેન્ડથી પરત ફરી રહી હતી. જેજુ એરના સીઇઓએ દક્ષિણ કોરિયામાં થયેલા ભયાનક વિમાન દુર્ઘટના બદલ માફી માંગી છે. આ માફી કંપનીની સત્તાવાર વેબસાઈટ પર પોસ્ટ કરવામાં આવી છે.જેજુ એરના સીઈઓ કિંમ ઈ- ભેએ પુઆન એરપોર્ટ પર થયેલા અકસ્માત માટે માફી માંગી છે. તેમણે કહ્યું કે અકસ્માતનું કારણ હજુ સ્પષ્ટ થયું નથી. અમે સંબંધિત સરકારી એજન્સીના તપાસ રિપોર્ટની પણ રાહ જોઈ રહ્યા છીએ.
સીઇઓ એ મૃતકો અને તેમના પરિવારજનો પ્રત્યે સંવેદના વ્યક્ત કરી હતી કિંમ ઈ-બેએ માફી પત્રમાં લખ્યું છે કે ‘સૌ પ્રથમ, અમે જેજુ એર પર વિશ્વાસ કરતા તમામ લોકોની માફી માંગીએ છીએ. ૨૯ ડિસેમ્બરે, લગભગ સવારે ૯:૦૩ વાગ્યે, બેંગકોકથી મુઆન જતી ફલાઈટ ૭સીર૨૧ માં મુઆન ઈન્ટરનેશનલ એરપોર્ટ પર ઉતરતી વખતે આગ લાગી હતી. અમે આ દુર્ઘટનામાં જીવ ગુમાવનારા મુસાફરોના પરિવારજનો પ્રત્યે અમારી ઊંડી સંવેદના વ્યક્ત કરીએ છીએ અને માફી માંગીએ છીએ. અકસ્માતનું કારણ હજુ અસ્પષ્ટ છે અને અમારે તપાસ રિપોર્ટની રાહ જોવી પડશે. કારણ ગમે તે હોય, સીઈઓ તરીકે હું આ ઘટના માટે ઊંડી જવાબદારી અનુભવું છું. જેજુ એર આ દુર્ઘટનાને તાત્કાલિક સંભાળવા અને વિમાનમાં સવાર લોકોના પરિવારોને ટેકો આપવા માટે તમામ શક્ય પ્રયાસો કરરો. અમે સરકાર સાથે મળીને અકસ્માતનું કારણ શોધવા માટે અમારા શ્રેષ્ઠ પ્રયાસો કરીશું. ફરી એકવાર, અમે આ અકસ્માતમાં જીવ ગુમાવનારા લોકો માટે પ્રાર્થના કરીએ છીએ અને તેમના શોકગ્રસ્ત પરિવારો પ્રત્યે અમારી ઊંડી માફી માંગીએ છીએ.
દક્ષિણ કોરિયાના કાર્યવાહક રાષ્ટ્રપતિ ચોઈ સુંગ-મોકે રાહત અને બચાવ કામગીરી માટે તમામ સંભવિત પગલાં લેવાનો આદેશ આપ્યો છે. તેમના ચીફ ઓફ સ્ટાફે પણ ઈમરજન્સી બેઠક બોલાવી છે.અઝરબૈજાન એરલાઈન્સનું વિમાન કઝાકિસ્તાનના અતાઉ નજીક ક્રેશ થવાના દિવસો બાદ આ દુર્ઘટના બની છે. આ દુર્ઘટનામાં વિમાનમાં સવાર ૬૭ લોકોમાંથી ૩૮ લોકોના મોત થયા હતા.જેર. ૮૨૪૩, બાકુથી વેચનની રાજધાની ચોઝની માટે ઉડાન ભરીને, દક્ષિણ રશિવાથી ડાઇવર્ટ થયા બાદ બુધવારે કઝાકિસ્તાનના અતાઉ નજીક ક્રેશ થયું હતું.દક્ષિણા કેનેડા થઈ પીએચ આગ એસી = જોનથ તેરન લાગીહોબાવજતી કશનિવાલેનિંગઅકસ્માત પહેલા મુસાફરો દ્વારા લેવામાં આવેલા ફૂટેજમાં લોકો લાઈફ જેકેટ પહેરેલા દેખાતા હતા. બાદમાં વિડિયોમાં લોહીથી લથપથ અને થાયલ મુસાફરો કાટમાળમાંથી બહાર નીકળતા દેખાય છે. અકસ્માતમાં ૨૯ લોકોનો આબાદ બચાવ થયો હતો. અઝરબૈજાનની ડાબીબ પ્રાથમિક તપાસ સૂચવે છે કે રશિયન એર ડિફેન્સે ભૂલથી પ્લેનને તોડી પાડયું હતું. આ દરમિયાન શનિવારે રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિને પણ અઝરબૈજાનના નેતાની થવાની માફી માંગી હતી.