
ધોધમાર વરસાદ બાદ સ્માર્ટ સિટી સુરતની હકીકત સામે આવી ગઈ છે. શહેરના લિમ્બાયત સ્થિત મીઠા ખાડી સ્થિત વિસ્તારમાં વરસાદના કારણે પૂર જેવી સ્થિતિ બની ગઈ છે. આવામાં એક બીમાર વૃદ્ધને હોસ્પિટલ સુધી પહોંચાડવા માટે સ્ટ્રેચરની મદદ લેવામાં આવી હતી. પ્રશાસનના સ્માર્ટ સિટીના દાવાની એક વાયરલ વીડિયોએ પોલ ખોલી નાંખી છે.
એવું પણ જણાવવામાં આવી રહ્યું છે કે લિમ્બાયતના મીઠી ખાડીમાં એક વૃદ્ધને છાતિમાં દુખાવાની ફરિયાદ બાદ એમ્બ્યુલન્સ બોલાવવી પડી હતી, પરંતુ આ વિસ્તારમાં વરસાદી પાણી ભરાઈ જવાના કારણે એમ્બ્યુલન્સ પહોંચી શકી ન હતી. આવામાં ફાયરકર્મીઓએ જીવ જોખમમાં મૂકીને આ વૃદ્ધને સુરક્ષિત બહાર નિકાળવામાં આવ્યા હતા. ફાયર વિભાગના કર્મચારીઓએ બીમાર વૃદ્ધને ખભા પર સ્ટ્રેચર ઉઠાવી પાણીમાંથી બહાર નીકાળ્યા હતા. અહીં બોટના સ્થાને સ્ટ્રેચરનો ઉપયોગ કરવામાં આવ્યો હતો.
ઈમરજન્સીની સુવિધાઓ નહીં
આ સ્થિતિને લઈ સ્થાનિક લોકોનું કહેવું છે કે પ્રશાસનના સ્માર્ટ સિટીના દાવાઓ પોકળ છે. એવા પણ સવાલો ઉઠી રહ્યા છે કે આખરે કરોડો રૂપિયા ખર્ચા બાદ પણ ઈમરજન્સીની સુવિધાઓ કેમ નથી? જરૂરીયાતના સમયે બોટ જેવી સામાન્ય સુવિધા પણ ઉપલબ્ધ નથી. આવામાં સ્માર્ટ સિટીનો શું મતલબ રહી જાય છે.
જમીની સ્તરનું સત્ય અલગ
હવે સવાલ એ ઉદ્ભવે છે કે, સ્માર્ટ સિટીના નામે કરોડો રૂપિયા ખર્ચ કર્યા બાદ પણ જરૂરીયાતના સમયે સામાન્ય સુવિધાઓ કેમ નથી મળતી. દસ હજાર કરોડના બજેટવાળા સ્માર્ટ સિટી સુરતમાં મૂળભૂત કટોકટી સુવિધાઓનો અભાવ હતો. સુરતને સ્માર્ટ સિટી તરીકે વિકસાવવા માટે સરકારે 10 હજાર કરોડ રૂપિયા ખર્ચ્યા હતા, પરંતુ વાસ્તવિકતા કંઈક અલગ જ છે. વરસાદ પછી શહેરના રસ્તાઓ પર પાણી ભરાઈ જવું એ સામાન્ય બાબત બની ગઈ છે.