
ભારતીય ટીમ અને ઓસ્ટ્રેલિયા વચ્ચે ચેમ્પિયન્સ ટ્રોફી 2025ની પહેલી સેમીફાઈનલ મેચ રમાઈ હતી. દુબઈ ઇન્ટરનેશનલ સ્ટેડિયમમાં રમાયેલી મેચમાં ભારતે અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમનો બદલો પૂરો કર્યો છે. ભારતીય ટીમે ઓસ્ટ્રેલિયા સામે 4 વિકેટે જીત મેળવી લીધી છે. આ જીત સાથે જ ભારતીય ટીમે ચેમ્પિયન્સ ટ્રોફીની ફાઈનલમાં એન્ટ્રી કરી લીધી છે. જ્યારે ઓસ્ટ્રેલિયન ટીમ ફાઈનલમાંથી બહાર થઈ ગઈ છે. હવે બીજી સેમીફાઈનલ ન્યૂઝીલેન્ડ અને સાઉથ આફ્રિકા વચ્ચે 5 માર્ચે લાહોરના ગદ્દાફી સ્ટેડિયમમાં રમાનાર છે. ફાઈનલ મેચ 9 માર્ચે દુબઈમાં રમાશે.
ભારતે સતત ત્રીજી વખત આઈસીસી ચેમ્પિયન્સ ટ્રોફીની ફાઇનલમાં પ્રવેશ કર્યો છે. આ પહેલા 2013 અને 2017માં ભારતે ફાઇનલમાં પ્રવેશ કર્યો હતો. ભારત હવે 9 માર્ચે દુબઈમાં દક્ષિણ આફ્રિકા અને ન્યૂઝીલેન્ડ વચ્ચેની વિજેતા ટીમ સામે ટકરાશે.