
પ્રયાગરાજ મહાકુંભ (Mahakumbh) માં સામાન્ય ભક્તો સાથે બોલિવૂડ સ્ટાર્સનું આગમન ચાલુ છે. સોમવારે, બોલિવૂડ અભિનેતા અક્ષય કુમાર (Akshay kumar), તેની પત્ની ટ્વિન્કલ ખન્ના આ ઉપરાંત કેટરિના કૈફ(Katrina Kaif) અને રવિના ટંડને સંગમમાં ડૂબકી લગાવી હતી જેના ફોટોઝ અને વિડિયોઝ સોશિયલ મીડિયા પર આવ્યા છે.
સંગમમાં ડૂબકી લગાવ્યા પછી, બોલિવૂડ અભિનેત્રી કેટરિના કૈફ પરમાર્થ નિકેતન શિબિરમાં સ્વામી ચિદાનંદ સરસ્વતીજી અને સાધ્વી ભગવતી સરસ્વતીજીને મળી અને તેમના આશીર્વાદ લીધા. ત્યારબાદ સાંજે લોકોમાં પ્રસાદનું વિતરણ કરવામાં આવ્યું. કેટરિના કૈફએ અને તેના સાસુ સાથે ભજનમાં પણ ભાગ લીધો હતો.