
અમદાવાદ (Ahmedabad) શહેરમાં અનેક જગ્યાએ સ્પા ચાલે છે. પરંતુ કેટલીક જગ્યાએ સ્પાનાં (Spa) નામે ગેરકાયદેસર દેહ વેપારનો (Prostitution) ધંધો પણ ચાલે છે.મસાજ પાર્લરની આડમાં ચાલતા દેહવિક્રયના ધંધા સામે અગાઉ મોટા પાયે કાર્યવાહી કરવામાં આવી છે.કેટલાક સ્પા સેન્ટરોમાં સ્પા અથવા મસાજ સેવાનાં બહાને સેક્સ ટ્રાફિકિંગ, વેશ્યાવૃત્તિ અથવા દેહવ્યાપાર જેવી ગેરકાયદે પ્રવૃત્તિઓ ચલાવવામાં આવે છે.એન્ટી હ્યુમન ટ્રાફિકિંગ યુનિટ(AHTU) ને બાતમી મળતા નિકોલ વિસ્તારના એસ.પી રીંગ રોડ ખાતે આવેલ “બ્લ્યુ ઓશીયન સ્પા”માં ડમી ગ્રાહક મોકલી રેઈડ કરવામાં આવી.બાતમીના આધારે પોલીસે એક ડમી ગ્રાહક મોકલ્યો હતો. આ ગ્રાહક સ્પામા ગયો હતો અને સ્પાના માલિકને મસાજની સાથે સેક્સ માણવાની માગ કરી હતી.સ્પાના માલિક દ્વારા તેની માગણી પૂરી કરવાનું કહેતા તેણે સિગ્નલ આપતા જ A.H.T.U ક્રાઇમ બ્રાંચ પોલીસે સ્પામાં દરોડો પાડયો હતો.પોલીસે નામ પૂછતા સ્પાના માલિકે પોતાનું નામ સમીરખાન સલીમખાન પઠાણ જણાવ્યું હતું.તેના વિરુધ્ધમાં નિકોલ પોલીસ સ્ટેશન ધી ઇમોરલ ટ્રાફીંકીંગ એક્ટ કલમ-૩,૪,૫ તથા ૭ મુજબની કાયદેસરની કાર્યવાહી કરી નિકોલ પોલીસ સ્ટેશન ખાતે સોંપવામાં આવ્યો.