
સુરતમાં વર્ષ 2017માં નોંધાયેલા દુષ્કર્મના કેસના આરોપી એવા જૈન મુનિને કોર્ટે આજે દોષિત ઠરાવ્યા છે. સુરત કોર્ટ દ્વારા આરોપી જૈન મુનિ દોષિત જાહેર કરવામાં આવ્યા છે. નાનપુરા સ્થિત ટીમલીયાવડ ખાતે આવેલ મહાવીર દિગંબર જૈન મંદિર ઉપાશ્રયમાં બિરાજમાન મૂળ મઘ્યપ્રદેશના 49 વર્ષીય આરોપી શાંતિ સાગરજી મહારાજ ઉર્ફે સજનલાલ શર્મા દોષી જાહેર થયા છે.
અઠવા પોલીસ ચોપડે નોંધાયો હતો ગુનો. દુષ્કર્મ ગુનામાં અઠવા પોલીસે કરી હતી ધરપકડ. ગુનો દાખલ થતાં જૈન મુનિ હાલ જેલવાસ હેઠળ છે. વડોદરાની શ્રાવિકા યુવતીને પરિવાર સાથે ધાર્મિક વિધિ માટે મુનિએ સુરત બોલાવ્યા હતા. એકાંત રૂમમાં લઈ ગયા બાદ તેણી જોડે દુષ્કર્મ આચર્યું હતું. અઠવા પોલીસ મથકમાં ઇપિકો કલમ 376(1) 376(2)(f)હેઠળ ગુનો નોંધાયો હતો.
સુરત કોર્ટ દ્વારા દોષિત જાહેર કરાયેલા જૈન મુનિ શાંતિ સાગરજી મહારાજ ઉર્ફે સજનલાલ શર્માને આજ રોજ સજા ફટકારવામાં આવે તેવી સંભાવના છે.