
આણંદ કલેક્ટર કચેરીમાં લાંચનો ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે. જ્યાં એક મહિલા વચેટિયાએ દાખલો કઢાવવા માટે અરજદાર પાસે ₹૧૮૦૦ની લાંચની માગણી કરી હતી. અરજદારે આ સમગ્ર ઘટનાનો વીડિયો તેના મોબાઈલમાં કેદ કરી લીધો હતો. ત્યારબાદ આ ઘટનાનો વીડિયો સોશિયલ મીડિયા પર વાઈરલ થયો છે. જેનાથી સમગ્ર વિસ્તારમાં ચકચાર મચી ગઈ છે.વાઈરલ થયેલા વીડિયોમાં મહિલા વચેટિયા અરજદાર પાસે ૧૮૦૦ રૂપિયાની માગણી કરતી જોવા મળે છે. મહિલાએ દાવો કર્યો કે સામાન્ય રીતે આવા દાખલા માટે ૨૫૦૦ રૂપિયા લેવામાં આવે છે. તે અરજદારને કહેતી જોવા મળે છે કે જો તેની પાસે પૂરી રકમ ન હોય તો તે ઓછા પૈસા આપી શકે છે, પરંતુ બાકીની રકમ દાખલો લેવા આવે ત્યારે ચૂકવવી પડશે. આ મામલે જિલ્લા કલેક્ટર પ્રવિણ ચૌધરીએ પુષ્ટિ કરી છે કે વીડિયો કલેક્ટર કચેરી કમ્પાઉન્ડનો છે. તેમણે જણાવ્યું કે છેલ્લા દોઢ વર્ષથી કચેરી પરિસરમાં એજન્ટો પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે. અગાઉ નવ એજન્ટો સામે ફરિયાદ નોંધાઈ છે, અને આ મામલે પણ તાત્કાલિક પગલાં લેવામાં આવ્યા8.વીડિયો વાઈરલ થયા બાદ પ્રાંત અધિકારીએ તાત્કાલિક તપાસ હાય ધરી છે અને મહિલા વિશુદ્ધ FIR નોંધાવી છે. કલેક્ટરે સ્પષ્ટતા કરી છેકે જન સેવા કેન્દ્રમાં માત્ર સરકાર દ્વારા નિર્ધારિત ફ્રી જ લેવામાં આવે છે.જિલ્લા કલેક્ટરે નાગરિકોને અપીલ કરી છે કે કોઈ પણ પ્રકારના વધારાના નાણાં ન આપે અને જો લાંચની માગણી થાય તો તાત્કાલિક પોલીસ સંપર્ક કરે.કેટલાક એજન્ટો ગેરકાયદેસર રીતે ટોળી બનાવી કચેરીમાં પ્રવેશતાં અરજદાર/નાગરીકોને ઉલટી-સીધી વાતો કરી ભોળવીને/લલચાવીને તેમજ ગેરમાર્ગે દોરીને રૂપિયા પડાવતા હોવાની માહિતી આણંદ ટાઉન પોલીસને મળી હતી. જેથી પોલીસની ટીમે આજરોજ સાંજના સમયે આણંદ કલેક્ટર કચેરીમાં દરોડો પાડયો હતો. તે વખતે ત્યાં કોકીલાબેન પુંજાભાઈ પરમાર (રહે. સામંતવાળુ ફળીયુ. રામનગર, તા.જી.આણંદ) અને હસનભાઈ બાવદીનભાઈ વેરીયા (રહે. વહેરાખાડી, ઇન્દીરાનગરી, તા.જી. આણંદ) ગેરકાયદેસર રીતે અરજદારો પાસેથી જુદા જુદા સરકારી કામની કાર્યવાહી માટે ફ્રી મેળવી એજન્ટ તરીકે કામ કરતાં હોવાનું જણાઈ આવ્યું હતું. જેથી પોલીસે આ બંને વિરૂદ્ધ જી.પી.એ એક્ટની કલમ ૧૩૫ મુજબનો ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાય ધરી છે.