
રોગપ્રતિકારક શક્તિ વધારવામાં મદદ કરે
દાડમમાં કેલ્શિયમ, પોટેશિયમ, સોડિયમ, મેગ્નેશિયમ હોય છે. આયર્ન, વિટામિન્સ જેવાં પોષક તત્વો પુષ્કળ પ્રમાણમાં હોય છે. દાડમમાં ભરપૂર માત્રામાં એન્ટીઓક્સીડેન્ટ હોય છે.જે ફ્રી રેડિકલ્સથી શરીરને થતાં નુકસાનથી બચાવે છે. ફ્રી રેડિકલ્સ હંમેશાં શરીરનું રક્ષણ કરે છે, પરંતુ વધુ પડતાં ફ્રી રેડિકલ્સ ઘણાં ક્રોનિક રોગોને જન્મ આપે છે. દાડમ ખાવાથી આ દીર્ઘકાલીન રોગો સામે રક્ષણ મળે છે અને રોગપ્રતિકારક શક્તિ વધે છે.
જે ફ્રી રેડિકલ્સથી શરીરને થતાં નુકસાનથી બચાવે છે. ફ્રી રેડિકલ્સ હંમેશાં શરીરનું રક્ષણ કરે છે, પરંતુ વધુ પડતાં ફ્રી રેડિકલ્સ ઘણાં ક્રોનિક રોગોને જન્મ આપે છે. દાડમ ખાવાથી આ દીર્ઘકાલીન રોગો સામે રક્ષણ મળે છે અને રોગપ્રતિકારક શક્તિ વધે છે.
હૃદયરોગમાં રાહત
દાડમમાં રહેલાં એન્ટી-ઇન્ફ્લેમેટરી અને એન્ટિ-ઓક્સિડેન્ટ ગુણધર્મો હૃદયરોગ સામે રક્ષણ આપવામાં મદદ કરે છે. દાડમમાં હાજર પોલિફેનોલિક સંયોજનો હૃદયનાં સ્વાસ્થ્ય માટે ફાયદાકારક છે. દાડમનો રસ ધમનીઓમાં ચરબીના સંચયને દૂર કરે છે. આ હાર્ટ એટેક અને સ્ટ્રોકના જોખમને ટાળવામાં મદદ કરે છે.
બ્લડપ્રેશરને ઘટાડવામાં મદદરૂપ
જ્યારે હાઈ બ્લડ પ્રેશરની સમસ્યા થાય છે, ત્યારે દાડમમાં રહેલું કમ્પાઉન્ડ ધમનીઓની માવજત કરે છે. આ બ્લડ પ્રેશર ઘટાડવામાં મદદ કરે છે. દાડમમાં કેન્સર વિરોધી ગુણધર્મો છે.
ઘણાં અભ્યાસોએ બતાવ્યું છે, કે દાડમ એન્ટી-ઇન્ફ્લેમેટરી અને કેન્સરના કોષો સામે લડવામાં મદદ કરે છે. દાડમ ખાવાથી કેન્સરનાં કોષોનો વિકાસ ઓછો થાય છે. દાડમ ખાવાથી લીવર કેન્સર, પ્રોસ્ટેટ કેન્સરમાં ફાયદો થાય છે.
કિડનીમાં પથરીનું જોખમ ઘટાડે છે.
દાડમનો રસ પીવાથી લોહીમાં ઓક્સાલેટ, કેલ્શિયમ અને ફોસ્ફેટની સાંદ્રતા સુધરે છે. જેનાં કારણે કિડની સ્ટોન બનવાની પ્રક્રિયા અટકી જાય છે. સાથે જ રોજ દાડમ ખાવાથી કિડનીની પથરી ઓગાળવામાં મદદ મળે છે.
હેલિટોસિસ, દાંતના સડાથી બચાવ
દાડમમાં માયક્રોબેક્ટેરિયા હોય છે જે સૂક્ષ્મજંતુઓ સામે લડે છે. જે મોઢાની દુર્ગંધ દૂર કરે છે અને દાંતનો સડો અટકાવે છે.
એન્ટિ-એજિંગ
દાડમમાં વિટામિન સી ભરપૂર માત્રામાં હોય છે જે એન્ટી એજિંગનું કામ કરે છે. વૃદ્ધત્વના ચિહ્નોને ઘટાડવામાં, એન્ટી-ઇન્ફ્લેમેટરી ઘટાડવામાં મદદ કરે છે. તે ત્વચામાં કોલેજનને વેગ આપે છે અને ત્વચાની લવચીકતા વધારે છે.
એનિમિયા સામે લડવામાં મદદરૂપ
દાડમ શરીરમાં લાલ રક્તકણોને વધારે છે. જેનાં કારણે શરીરમાં એનિમિયા અને લોહીની કમી દૂર થાય છે.