
તેલુગુ ફિલ્મ અભિનેતા અલ્લુ અર્જુનની 4 ડિસેમ્બરે હૈદરાબાદમાં તેની ફિલ્મ પુષ્પા 2 ના પ્રીમિયરમાં નાસભાગના સંબંધમાં પોલીસે ધરપકડ કરી હતી. જોકે તેમને હાઇકોર્ટમાંથી જામીન મળી ગયા છે. નાસભાગમાં એક 39 વર્ષીય મહિલાનું મૃત્યુ થયું હતું..પોલીસે સંધ્યા થિયેટર મેનેજમેન્ટ, અભિનેતા અને તેની સુરક્ષા ટીમ સામે કેસ દાખલ કર્યો હતો. અધિકારીઓએ જણાવ્યું હતું કે પોલીસને અગાઉથી કોઈ સૂચના ન હતી કે ફિલ્મની ટીમ પ્રીમિયર માટે આવશે.
રશ્મિકા મંદાનાએ ટ્વિટ કરીને અલ્લુ અર્જુનની ધરપકડ પર હેરાની વ્યક્ત કરી છે. તેણે લખ્યું કે મને વિશ્વાસ નથી થઇ રહ્યો કે હું શું જોઈ રહી છું. જે અકસ્માત થયો તે ખૂબ જ દુર્ભાગ્યપૂર્ણ અને દુઃખ પહોંચાડનારો હતો. જોકે એ જોવું પણ દુઃખની વાત છે કે બધો દોષ એક જ વ્યક્તિ પર ઢોળાઈ રહ્યો છે. સ્થિતિ પરેશાન કરનારી અને દિલ દુભાવનાર બંને છે.
તેલંગાણાના મુખ્યમંત્રી રેવંત રેડ્ડીએ ‘પુષ્પા 2: ધ રૂલ’ના પ્રીમિયર દરમિયાન સંધ્યા થિયેટરમાં એક મહિલાના મોતને લઈને હૈદરાબાદ પોલીસ દ્વારા અભિનેતા અલ્લુ અર્જુનની ધરપકડ પર કહ્યું કે મને જાણવા દો, પછી હું તમને કહીશ.