
ગઈ વખતની ચૂંટણીમાં ડોનાલ્ડ ટ્રમ્પની હાર પછી ટ્રમ્પ સમર્થકોએ કૅપિટલ હિલ વિસ્તારમાં તોફાનો કર્યાં હતાં જેની ડેમૉક્રેટિક પાર્ટીએ ટીકા કરી હતી.ઉત્તર અમેરિકાના બીબીસી સંવાદદાતા ઍન્થની ઝર્ચર અનુસાર મોટા ભાગના સરવે અનુસાર આ વખતની ચૂંટણીમાં અમેરિકન લોકોએ ઇમિગ્રેશન અને અર્થતંત્રના મુદ્દે ડોનાલ્ડ ટ્રમ્પને વોટ આપ્યા છે.
ડોનાલ્ડ ટ્રમ્પ સાત સ્વિંગ સ્ટેટ્સમાંથી ચાર પર જીત મેળવી ચૂક્યા છે. તેમાં જ્યૉર્જિયા, નૉર્થ કૅરોલાઇના, વિસ્કૉન્સિન અને પેન્સિલવેનિયા સામેલ છે.વિસ્કૉન્સિનમાં જીત બાદ એ નક્કી થઈ ગયું છે કે ડોનાલ્ડ ટ્રમ્પ ફરીથી રાષ્ટ્રપતિ બનશે. અહીં ટ્રમ્પે એક ટકા મતના અંતરથી જીત મેળવી છે.વિસ્કૉન્સિનમાં જીત બાદ જ ટ્રમ્પને બહુમતી મળી છે. અહીં 10 ઇલેક્ટોરલ મત છે.સ્વિંગ સ્ટેટ્સનાં નામ છે- ઍરિઝોના, જ્યૉર્જિયા, મિશિગન, નેવાડા, નૉર્થ કૅરોલાઇના, પેન્સિલવેનિયા અને વિસ્કૉન્સિન. આ એ રાજ્યો છે, જ્યાં હારજીત બહુ ઓછા અંતરે થાય છે.ઉલ્લેખનીય છે કે ડોનાલ્ડ ટ્રમ્પ અમેરિકાની રાષ્ટ્રપતિની ચૂંટણી જીતી ગયા છે. તેમને 279 ઇલેક્ટોરલ મત મળ્યા છે. જ્યારે કમલા હૅરિસ 223 ઇલેક્ટોરલ વોટ મળ્યા છે.જ્યૉર્જિયા અને નૉર્થ કેરોલાઇનામાં 16-16 ઇલેક્ટોરલ વોટ છે. જ્યારે પેન્સિલવેનિયામાં સૌથી વધારે ઇલેક્ટોરલ 19 વોટ છે.
હિલરી ક્લિન્ટનને ચૂંટણીમાં હરાવ્યાના આઠ વર્ષ બાદ અને ચાર વર્ષ પહેલાં જો બાઇડન સામે હારી ગયા બાદ ડોનાલ્ડ ટ્રમ્પ ફરીથી રાષ્ટ્રપતિ બનવા જઈ રહ્યા છે.અમેરિકાના રાષ્ટ્રપતિપદની ચૂંટણીમાં ડોનાલ્ડ ટ્રમ્પે બહુમત હાંસલ કરી લીધો છે. ડોનાલ્ડ ટ્રમ્પે 279 ઇલેક્ટોરલ વોટ હાંસલ કરી લીધા છે.જ્યારે કમલા હૅરિસ 219 ઇલેક્ટોરલ વોટ જીત્યા છે.ટ્રમ્પે અમેરિકાનાં સાતમાંથી ચાર સ્વિંગ સ્ટેટમાં જીત હાંસલ કરી લીધી છે. તેમાં જ્યૉર્જિયા, નૉર્થ કૅરોલાઇના, વિસ્કૉન્સિન અને પેન્સિલવેનિયા સામેલ છે.અમેરિકામાં 538 ઇલેક્ટોરલ કૉલેજ વોટ છે, બહુમત માટે 270 વોટની જરૂર હોય છે.જ્યૉર્જિયા અને નૉર્થ કેરોલાઇનામાં 16-16 ઇલેક્ટોરલ વોટ છે. જ્યારે પેન્સિલવેનિયામાં સૌથી વધારે ઇલેક્ટોરલ વોટ છે.આ ત્રણ ઉપરાંત અન્ય સ્વિંગ સ્ટેટ્સ નેવાડા, મિશિગન અને એરિઝોના છે.
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ‘મિત્ર’ ડોનાલ્ડ ટ્રમ્પને શુભેચ્છા પાઠવી.
ભારત, બ્રિટન, ઇઝરાયલ સહિત દેશ-વિદેશના વડા પ્રધાન તથા રાષ્ટ્રાધ્યક્ષોએ ટ્રમ્પને અભિનંદન પાઠવ્યા છે. વડા પ્રધાન મોદીએ ટ્રમ્પને ‘મિત્ર’ ગણાવ્યા હતા.ભારતીય સમય મુજબ મંગળવારે બપોરે સાડા ચાર વાગ્યા આસપાસથી મતદાન શરૂ થયું હતું.જીત માટે 538માંથી 270 ઇલેક્ટ્રૉલ વોટની જરૂર રહે છે. ઉલ્લેખનીય છે કે આ વલણ છે અને પ્રમાણિત પરિણામો આવતા દિવસોનો સમય લાગી શકે છે.કમલા હૅરિસ અમેરિકાનાં ઉપરાષ્ટ્રપતિ છે, જ્યારે ટ્રમ્પ સતત ત્રીજી વખત રિપબ્લિકન પાર્ટી વતી ચૂંટણીજંગમાં ઊતર્યા છે.ઉલ્લેખનીય છે કે ડેમૉક્રૅટિક પાર્ટીએ ચૂંટણીની શરૂઆતમાં રાષ્ટ્રપતિ જો બાઇડનને ટ્રમ્પ સામે ઉતાર્યા હતા, પરંતુ બંને નેતાઓ વચ્ચેની પ્રથમ ટેલિવિઝન ડિબૅટમાં બાઇડનના પ્રદર્શન બાદ તેમને હઠી જવા માટે કહેવામાં આવ્યું હતું અને હૅરિસ માટે માર્ગ મોકળો થયો હતો.