ગુજરાતમાં ભર શિયાળે માવઠું, હજુ બે દિવસ ગાજવીજ અને પવન સાથે વરસાદની આગાહી

સમગ્ર ગુજરાતમાં કાતિલ ઠંડીનું મોજું ફરી વળ્યું છે. ત્યારે વહેલી સવાર ગાઢ ધુમ્મસની ચાદર પણ છવાયેલી રહી હતી. બીજી તરફ હવામાન વિભાગે આગામી ત્રણ દિવસ ગુજરાતના મોટા ભાગના વિસ્તારોમાં વરસાદ પડવાની શક્યતાઓ સેવી છે. હવામાન વિભાગે કરેલી આગાહી પ્રમાણે 26, 27 અને 28 ડિસેમ્બરના રોજ ગુજરાતના મોટા ભાગના વિસ્તારોમાં ગાજવીજ અને ભારે પવન સાથે વરસાદ પડવાની શક્યતા છે. ગુરુવારે કેટલાક જિલ્લામાં વરસાદ વરસ્યો છે.

હવામાન વિભાગની આગાહી પ્રમાણે રાજ્યમાં આવતી કાલથી 28 ડિસેમ્બર સુધી વરસાદની આગાહી છે. હવામાન વિભાગ દ્વારા 27 ડિસેમ્બરના રોજ કચ્છ, અમરેલી, ગીર સોમનાથ, ભાવનગર, બનાસકાંઠા, સાબરકાંઠા, અરવલ્લી, મહીસાગર, પંચમહાલ, દાહોદ, છોટા ઉદેપુર, નર્મદા, સુરત, તાપી, ડાંગ, નવસારી, વલસાડ જિલ્લાના છૂટાછવાયા સ્થળોએ ગાજવીજ સાથે હળવાથી મધ્યમ વરસાદની આગાહી કરવામાં આવી છે.

વરસાદની આગાહીના કારણે ખેડૂતોની ચિંતા વધી ગઇ છે. કારણ કે વરસાદ પડે તો ઘઉં, જીરુ, કપાસ, ચણા જેવા પાકોમાં નુકસાન થવાની સંભાવના છે. આ વર્ષે આ પહેલા જ અતિવૃષ્ટીના કારણે ખેડૂતોની હાલત કફોડી બની છે અને હવે ફરી વરસાદની આગાહીએ ખેડૂતોની ચિંતા વધારી છે.

આ દરમિયાન અમદાવાદના કેટલાક વિસ્તારોમાં ગુરુવારના રોજ કમોસમી માવઠું પડ્યું હતું. અમદાવાદના મણિનગર, ઈસનપુર સહિત ઘણા વિસ્તારોમાં કમોસમી વરસાદ પડ્યો છે. આ સિવાય બનાસરાંઠાના પાલનપુર, ડીસામાં પણ માવઠુ થયું છે.

  • Related Posts

    એમ્બ્યુલન્સમાં દારુની હેરાફેરીનો ફર્દાફાશ, દર્દીની સીટ નીચે ચોરખાનામાં 928 બોટલો મળી

    શુક્રવારે છોટા ઉદેપુર જિલ્લા પોલીસે બુટલેગરો દ્વારા દારૂની હેરાફેરીનો નવો કિમીયો નિષ્ફળ બનાવ્યો છે. છોટા ઉદેપુર પોલીસે એમ્બ્યુલન્સ જેવી બનાવેલી મારુતિ વાનને અટકાવી અને સ્ટ્રેચર નીચે છુપાવેલી ભારતીય બનાવટની વિદેશી…

    ઓરીની 253 કરોડ રૂપિયાના ડ્રગ કેસમાં પૂછપરછ

    ઇન્ફ્લ્યુએન્સર ઓરી (Orry) હાલમાં ડ્રગ કેસ (drug case) માં પૂછપરછ માટે સમાચારમાં છે. બુધવારે મુંબઈ પોલીસના એન્ટી-નાર્કોટિક્સ સેલે ₹252 કરોડના ડ્રગ કેસના સંદર્ભમાં તેમની પૂછપરછ કરી. ઓરીની ડ્રગ કેસમાં પુછપરછ…

    Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *