
ગુજરાતમાં હવે ધીમે ધીમે તાપમાન ઘટી રહ્યું છે અને શિયાળાની શરુઆત થઈ રહી છે. રાજ્યમાં લઘુતમ તાપમાન 20 ડિગ્રીની નીચે સરકી ગયું છે. ગાંધીનગરમાં 18.6 ડિગ્રી લઘુતમ તાપમાન નોંધાયું હતું.
ગુજરાતમાં ઠંડીનો પારો 20 ડિગ્રીની નીચે સરક્યો
હવામાન વિભાગે આપેલા તાપમાનના આંકડા પ્રમાણે ગુજરાતમાં હવે ધીમે ધીમે ઠંડી વધી રહી છે. રાજ્યમાં ઠંડીનો પારો 20 ડિગ્રીની નીચે સરક્યો છે. ગુજરાતમાં 6 શહેરોમાં લઘુતમ તાપમાન 20 ડિગ્રીની નીચે નોંધાયું હતું. કેશોદમાં 18.2 ડિગ્રી લઘુતમ તાપમાન નોંધાયું હતું. જે રાજ્યનું સૌથી ઓછું તાપમાન ગણી શકાય આ ઉપરાંત ગાંધીનગરમાં 18.6 ડિગ્રી લઘુતમ તાપમાન નોંધાયું હતું. ઓખામાં 24.8 ડિગ્રી લઘુતમ તાપમાન રહ્યું હતું. જે રાજ્યનું ઉંચું લઘુતમ તાપમાન ગણી શકાય.
નવેમ્બરના અંત સુધીમાં રાજ્યમાં પડશે તીવ્ર ઠંડી
હવામાન વિભાગે કરેલી આગાહી પ્રમાણે નવેમ્બર મહિનો ઠંડીનો મહિનો નથી. અને ડિસેમ્બરથી સંપૂર્ણ શિયાળો ગણી શકાય. જોકે, નવેમ્બરના અંત સુધીમાં ગુજરાતમાં તીવ્ર ઠંડી પડવાનું શરું થઈ જશે. જોકે, અત્યારથી જ રાજ્યમાં 20 ડિગ્રીની નીચે તાપમાન પહોંચી ગયું છે. આગામી દિવસોમાં ઠંડીનો પારો હજી પણ ગગડી શકે છે.