ગણતરીના દિવસોમાં કિડની થશે નેચરલી સાફ, બસ પીવો આ 5 ફળોનો જ્યૂસ; પથરીનું જોખમ થશે દૂર

જો આપણી કિડની સ્વસ્થ અને સાફ હોય તો તેની અસર આપણી હેલ્થ પર સ્પષ્ટ જોવા મળે છે. કિડની શરીરની પ્રાકૃતિક ફેક્ટરી છે જે બ્લડને ફિલ્ટર કરવાની સાથે સાથે બોડીના વોટર બેલેન્સને પણ જાળવી રાખે છે.

ટોક્સિન્સનો પ્રભાવ માત્ર કિડનીના સ્વાસ્થ્ય પર જ નહીં પણ શરીરના અન્ય અવયવો પર જોવા મળે છે. કિડનીને હેલ્ધી અને ડિટોક્સ રાખવા માટે યોગ્ય ડાયટ અને પર્યાપ્તમ માત્રામાં હાઇડ્રેશનનું ધ્યાન રાખવું જરૂરી છે. કિડની સ્ટોન બનવાથી અટકાવવા માટે દરરોજ સાઇટ્રિક એસિડથી ભરપૂર ફળોનું સેવન ફાયદાકારક ગણાય છે. મોરિંગો એશિયા હોસ્પિટલ, ગુરૂગ્રામના અનુસાર, સાઇટ્રિક એસિડથી ભરપૂર ફ્રૂટ્સને પાણીમાં મિક્સ કરીને પીવાથી ડિટોક્સનો પ્રભાવ વધી જાય છે. કેટલાંક ફળોના જ્યૂસ કિડનીને હેલ્ધી અને સાફ રાખવામાં મદદગાર સાબિત થાય છે. સંતરા અને અન્ય ફળોમાં એવા પોષક તત્વો મોજૂદ હોય છે જે કિડની ડિટોક્સિફિકેશનમાં સહાય કરે છે.

સંતરા નો જ્યુસ

જ્યૂસસંતરામાં ભરપૂર માત્રામાં પોટેશિયમ અને વિટામિન સી રહેલું છે જે કિડનીના કાર્યને સરળ બનાવે છે. ઉપરાંત તેનાથી ટોક્સિન દૂર કરવામાં મદદ મળે છે. સંતરાનો રસ કેલ્શિયમ ઓક્સલેટ સ્ટોનનું નિર્માણ થતું અટકાવે છે. આ જ્યૂસ પીવાથી પથરીનું જોખમ ટળે છે.

દાડમ

કિડની ડિટોક્સ માટે દાડમનો જ્યૂસ ઉત્તમ સ્ત્રોત ગણાય છે, તેમાં એન્ટી ઓક્સિડન્ટ્સ અને પોટેશિયમ ભરપૂર માત્રામાં મોજૂદ હોય છે, જે કિડનીમાં મોજૂદ વિષાક્ત પદાર્થોને બહાર કરવામાં મદદગાર સાબિત થાય છે. દાડમનો જ્યૂસ પીવાથી શરીરમાં બ્લડ સર્ક્યુલેશનમાં સુધાર થાય છે.

ક્રેનબેરી જ્યૂસ

કિડનીને હેલ્ધી રાખવા માટે ક્રેનબેરીનો જ્યૂસ સૌથી હેલ્ધી વિકલ્પ ગણાય છે. ક્રેનબેરીમાં મિનરલ્સ, ફાઇટોન્યૂટ્રિએન્ટ્સ અને વિટામિન્સ હોય છે. આ સિવાય તેમાં એન્ટીઓક્સિડન્ટ્સ મોજૂદ હોય છે. જે યુરિનરી ટ્રેક્ટમાં બેક્ટેરિયાને જમા થતા અટકાવે છે. ક્રેનબેરીના જ્યૂસનું સેવન કરવાથી યુટીઆઇની સમસ્યાથી બચી શકાય છે.

સફરજનનો જ્યૂસ

આ ફળમાં એન્ટીઓક્સિડન્ટ્સ અને ફાઇબરની ભરપૂર માત્રા જોવા મળે છે. કિડનીને હેલ્ધી રાખવામાં તે મદદ કરે છે. સફરજનમાં સોડિયમ, ફોસ્ફોરસ અને પોટેશિયમની માત્રા ઓછી હોવાના કારણે તે કિડનીને સ્વસ્થ રાખે છે. કિડની સ્ટોનથી બચવા માટે દરરોજ સફરજનના જ્યૂસનું સેવન કરવું જોઇએ. તેમાં કિડનીમાં બનતા સ્ટોનની સંભાવના પણ ઘટે છે.

અનાનસનો રસ

પાઇનેપલ જ્યૂસ પીવાથી કિડનીમાં પથરી કોઇ પણ પ્રકારની ખરાબી અથવા સોજાની સમસ્યાને દૂર કરી શકાય છે. કિડની ફંક્શનમાં સુધાર કરવામાં અનાનસનો જ્યૂસ મદદરૂપ થઇ શકે છે. હાર્ટ હેલ્થ, શરીરમાં સોજા, ગાઉટ અને ખરાબ પાચનથી કિડનીનું સ્વાસ્થ્ય ખરાબ થઇ શકે છે. આ તમામ સમસ્યાઓથી બચવા માટે પાઇનેપલનો જ્યૂસ પ્રભાવી સાબિત થઇ શકે છે.

શરીરને હાઇડ્રેટ રાખવા માટે અને કિડનીના ટોક્સિન્સને દૂર કરવા માટે તરબૂચ, દ્રાક્ષનો રસ અને લીંબુ પાણીનું સેવન કરવું જોઇએ.આ ફળોથી બ્લડ પ્રેશર લેવલ જળવાઇ રહે છે અને તે તમામ ઇલેક્ટ્રોલાઇટ્સના સંતુલનને જાળવવામાં મદદ કરે છે.

નોંધઃ આ લેખ માત્ર સામાન્ય જાણકારી માટે છે, તે કોઇ પણ પ્રકારે દવા કે ઇલાજનો વિકલ્પ હોઇ શકે નહીં.વધુ માહિતી માટે તમારાં ડોક્ટરનો સંપર્ક કરો.

  • News Reporter

    Related Posts

    B12 લેતા હોય તો ચેતી જજો! આ 3 વિટામિન સપ્લીમેન્ટ્સ શરીરનો કરે છે સત્યાનાશ, દૂર રહેવામાં જ ડહાપણ

    અમુક વિટામીન સપ્લીમેન્ટ્સ સ્વાસ્થ્યને નુકસાન પહોંચાડી શકે છે, ખાસ કરીને તમારા પાચનતંત્રને વધારે નુકસાન પહોંચાડી શકે છે. હેલ્થ એક્સપર્ટ અનુસાર, અમુક વિટામિન સપ્લીમેન્ટ્સ આપણા આંતરડાને જોખમમાં નાખી શકે છે.વિટામિન શરીર…

    આંતરડાની સફાઈ કરવા ક્યાં પીણાં છે ઉપયોગી?

    છાશ અથવા કાંજીનું સેવન શરીરમાં સારા બેક્ટેરિયા વધારીને ખરાબ બેક્ટેરિયાને દૂર કરવામાં મદદ કરે છે. પણ અહીં આંતરડાની સફાઈ કરવા માટે ઉનાળા દરમિયાન તમારે કયું ડ્રિંક પસંદ કરવું જોઈએ? પ્રોબાયોટિક્સ…

    Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *