
અમદાવાદમાં ગત સપ્તાહે એરઈન્ડીયાની લંડન જતી ફલાઈટનો દુર્ઘટના અને તેમાં માર્યા ગયેલા 270થી વધુ લોકોના પુરા પાર્થિવદેહ પણ હજુ પરિવારજનોને સુપ્રત થયા નથી તે સમયે આજે ફરી એરઈન્ડીયાની અમદાવાદ-લંડન ફલાઈટ વિમાનમાં ટેકનીકલ ક્ષતિના કારણે રદ થતા મુસાફરોમાં આક્રોશ છવાઈ ગયો હતો.તો બીજી તરફ એ પણ કહેવાય રહ્યું છે કે, આ ડ્રીમલાઈનર જ હોવાનું માનવામાં આવે છે. એરઈન્ડીયાએ દુર્ઘટનાગ્રસ્ત થયેલી ફલાઈટ એ.આઈ.171નો નંબર ફેરવીને એ.આઈ.159 કર્યો છે અને રિટર્ન જર્નીનો પણ ફલાઈટ નંબર પણ બદલ્યા છે.
આજે એરઈન્ડીયાની અમદાવાદ-લંડન ફલાઈટને બપોરે 1.10 કલાકે અમદાવાદથી રવાના થવાનુ હતુ. લંડનના સમય મુજબ સાંજે 6.25 પહોંચવાની હતી. આઠ કલાકની આ નોનસ્ટોપ જર્ની માટે મુસાફરો પણ પહોંચી ગયા હતા અને અચાનક જ હવે તે રીશેડયુલ થઈ છે. ટેક ઓફ પુર્વેની તપાસમાં જ આ ટેકનીકલ ક્ષતિ ઝડપાઈ હતી. વિમાનમાં 250 મુસાફરો લંડન જવાના હતા.
હવે આજની ફલાઈટને કાલે રીશેડયુલ કરાશે તો કાલની ફલાઈટને પણ રીશેડયુલ કરવી પડે તેવી સ્થિતિ બની શકે છે. ગત સપ્તાહની ઘટના બાદ એક તરફ મુસાફરોમાં હવાઈ યાત્રાનો ભય છે છતાં પણ ફરજીયાત કરવી પડે છે તે વચ્ચે આ રીતે એરઈન્ડીયા સહિતની વિમાની સેવાઓમાં જે રીતે એક બાદ એક ગડબડ સર્જાય છે તેથી એરલાઈન્સની પ્રતિષ્ઠા સામે પણ પ્રશ્ન ઉભો થયો છે.
ગત રાત્રે પણ મુંબઈના આંતરરાષ્ટ્રીય એરપોર્ટ પર બીજી દુર્ઘટના થતા રહી ગઇ ગત રાત્રે પણ મુંબઈ એરપોર્ટ પર જ એર ઇન્ડિયાની લગભગ ૪ ફ્લાઇટમાં ટેક્નિકલ ખામી બહાર આવી હતી.
અનેક પેસેન્જરોએ હોબાળો મચાવી એર ઇન્ડિયાના સ્ટાફ સામે પોતાનો ગુસ્સો ઠાલવ્યો. હજી અમદાવાદ-લંડનની ફ્લાઇટ ક્રેશ થઇને અનેક લોકો મોતને ભેટ્યા એ સમાચાર હજી ભૂલાયા નથી ત્યારે ગત રાત્રે મુંબઈના આંતરરાષ્ટ્રીય એરપોર્ટ પર બીજી દુર્ઘટના થતા રહી ગઇ.
મુંબઈથી રાત્રે 10:45 વાગ્યે અમદાવાદ માટે ઉપડતી ફ્લાઇટ નં. AI 2919 અંદાજિત 1 કલાક 25 મિનિટે ગેઈટ નં-42B પરથી સ્ટાર્ટ થયેલી પરંતુ, રન-વે પર પહોંચે તે પહેલા જ પાયલોટે યુ-ટર્ન મારી ફ્લાઇટમાં ટેક્નિકલ ખામી હોવાનું જાહેર કર્યું.
પાર્કિંગમાં પરત લઇ દરવાજા ખોલી નાખવામાં આવ્યા અને જ્યાં સુધી રીપેર ન થાય ત્યાં સુધી આ ફ્લાઇટ જશે નહીં એવું પાયલોટ દ્વારા જાહેર કરવામાં આવ્યું.
એરપોર્ટનો સ્ટાફ મુસાફરોનો જવાબ આપવા માટે અસમર્થ હતો વધુમાં તેઓએ જણાવ્યું હતું કે, લગભગ એક કલાક પછી પેસેન્જરોની ધીરજ ખૂટતા અને રીપેર થાય તો પણ આ ફ્લાઇટમાં નહીં જઇએ એવો હોબાળો કરતા શરૂઆતમાં કડક વલણ અપનાવી રહેલા ગ્રાઉન્ડ સ્ટાફને પેસેન્જરો સામે ઝુકવું પડ્યું. પેસેન્જરોને બસમાં બેસાડી બેગેજ બેલ્ટના દરવાજા પાસે લઇ જઇ ઉભા કરી દેવામાં આવ્યા.જેને અમદાવાદ જવું હોય તેને સવારે 5:25ની એર ઇન્ડિયા ફ્લાઇટમાં લઇ જવામાં આવશે.જેને ન જવું હોય તેની ટિકિટ કેન્સલ કરી 100% રીફંડ આપવામાં આવશે.