આજનો ઇતિહાસ 23 માર્ચ : ‘શહીદ દિવસ’ – મહાન ક્રાંતિકારી ભગતસિંહ, સુખદેવ અને રાજગુરુને શ્રદ્ધાંજલિ

આજે 23 માર્ચ 2023 (23 march) છે. આજની તારીખના ઇતિહાસની વાત કરીયે તો આજે શહીદ દિવસ છે. વર્ષ 1931માં ભારતના મહાન ક્રાંતિ ભગતસિંહ, સુખદેવ અને રાજગુરુને બ્રિટિશ હુકમતે ફાંસી આપી હતી. જાણો ઇતિહાસની તવારીખમાં બનેલી આજના દિવસની મહત્વપૂર્ણ ઘટનાઓ વિશે..

ભારતમાં દર વર્ષે 23 માર્ચે ‘શહીદ દિવસ’ ઉજવવામાં આવે છે. 23 માર્ચ, 1931ની મધ્યરાત્રિએ બ્રિટિશ હકૂમતે ભારતના ત્રણ ક્રાતિકારી વીર સપૂત- ભગતસિંહ, સુખદેવ અને રાજગુરુને ફાંસી આપી હતી. શહીદ દિવસ તરીકે ઓળખાતા આ દિવસને ભારતીય ઈતિહાસ માટે કાળો દિવસ માનવામાં આવે છે, પરંતુ આઝાદીની લડાઈ માટે પોતાનું બલિદાન આપનારા આ વીર આપણા આદર્શો છે. આ ત્રણેય ક્રાતિકારીઓના બલિદાનને શ્રદ્ધાંજલિ આપવા માટે જ શહીદ દિવસ ઉજવવામાં આવે છે. આમ બ્રિટિશ અદાલતના આદેશ અનુસાર ભગત સિંહ, રાજગુરુ અને સુખદેવને 24 માર્ચ, 1931ના રોજ સવારે 8 વાગ્યે ફાંસી આપવામાં આવનાર હતી. પરંતુ 23 માર્ચ, 1931ના રોજ જ આ ત્રણેય ક્રાંતિકારીઓને મોડી સાંજે સાત વાગ્યાની આસપાસ ફાંસી આપવામાં આવી હતી અને તેમના નશ્વર દેહ તેમના પરિવારને સોંપવાના બદલે સતલજ નદીના કિનારે અગ્નિ સંસ્કાર કરી દેવામાં આવ્યા હતા.

1931 – ભારતના મહાન ક્રાંતિ ભગતસિંહ, સુખદેવ અને રાજગુરુને બ્રિટિશ હુકમતે ફાંસી આપી હતી. આ ત્રણેય ક્રાંતિવીરોની શહાદતના યાદમાં દર વર્ષે 23 માર્ચને રોજ ‘શહીદ દિવસ’ તરીકે ઉજવાય છે.

  • News Reporter

    Related Posts

    અમદાવાદમાં નશામાં ચૂર કારચાલકનું કારસ્તાન, રોડ પર આવેલા મંદિરમાં ઘૂસાડી દીધી કાર

    અમદાવાદમાં મોડી રાત્રે દાણીલીમડા વિસ્તારમાં કારચાલકે અકસ્માત સર્જ્યો હતો. નશામાં ધૂત કારચાલકે ત્રણથી ચાર લોકોને અડફેટે લીધા હતાં તેમજ રોડ પરના મંદિર સાથે અથડાતા મંદિર પણ ખંડિત કરી દીધુ હતું.…

    30 લાખની લાંચ કેસમાં અધિક સચિવ અને નિવૃત્ત ડિનની સંપત્તિ મુદ્દે તપાસ હાથ ધરાઈ

    ગુજરાત એન્ટી કરપ્શન બ્યુરો (ACB) એ બુધવારે જણાવ્યું હતું કે તેમણે આરોગ્ય વિભાગના બે ગેઝેટેડ અધિકારીઓ, એક સેવારત અને બીજો નિવૃત્ત સામે 30 લાખ રૂપિયાની લાંચ માંગવાના આરોપસર ગુનો નોંધ્યો…

    Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *