અમરનાથ યાત્રા 2025 માટે રજિસ્ટ્રેશન શરૂ, ઓનલાઇન અને ઓફલાઇન પરમિટ અને ડોક્યુમેન્ટની તમામ વિગત જાણો.

અમરનાથ યાત્રા માટે રજિસ્ટ્રેશન શરૂ થઇ ગયું છે. અમરનાથ યાત્રા ભારતના સૌથી પવિત્ર યાત્રાધામોમાંનું એક છે, જેમાં ભક્તો જમ્મુ અને કાશ્મીરમાં અમરનાથ ગુફામાં કુદરતી રીતે બરફથી નિર્મિત શિવલિંગના દર્શન કરે છે. દર વર્ષે દેશભરમાંથી હજારો લોકો અમરનાથ યાત્રામાં આવે છે. જો તમે વર્ષ 2025માં અમરનાથ યાત્રા પર જવા માંગતા હો, તો અગાઉથી રજિસ્ટ્રેશન કરાવવું જરૂરી છે.

અમરનાથ યાત્રા 2025 માટે રજિસ્ટ્રેશન

અમરનાથ યાત્રા માટે રજિસ્ટ્રેશન 14 એપ્રિલ, 2025 થી શરૂ થઇ ગયું છે. આ યાત્રા માટે રજિસ્ટ્રેશન ઓનલાઈન અને ઓફલાઈન બંને રીતે કરી શકાય છે. ભક્તો હવે શ્રી અમરનાથજી શ્રાઇન બોર્ડ (SASB) ની સત્તાવાર વેબસાઇટ પરથી અથવા અધિકૃત બેંકો દ્વારા પોતાનું રજિસ્ટ્રેશન કરાવી શકે છે.

અમરનાથ યાત્રા માટે મેડિકલ ચેકઅપ જરૂરી

અમરનાથ યાત્રા બહુ કઠિન અને મુશ્કેલ છે. આથી અમરનાથ યાત્રામાં જવા માટે યાત્રીનો મેડિકલ ચેકઅપ જરૂરી છે. શારીરિક રીતે સ્વસ્થ અને તંદુરસ્ત વ્યકિતઓને અમરનાથ યાત્રા પર જવાની મંજૂરી આપવામાં આવે છે. ભક્તોએ મેડિકલ ચેકઅપ અને ઉંમર સંબંધિત શરતો પૂરી કરવી પડી શકે છે.

હકીકતમાં, અમરનાથ યાત્રા માટે રજિસ્ટ્રેશન કરવાતી વખતે જે યાત્રીએ હેલ્થ સર્ટિફિકેટ (CHC) જેવી મહત્વપૂર્ણ વિગતો પ્રદાન કરવાની રહેશે. આ યાત્રા પર જવાનું આયોજન કરી રહેલા ભક્તોને છેલ્લી ઘડીની ભીડ અને મુશ્કેલી ટાળવા માટે સમયસર નોંધણી કરાવવાની સલાહ આપવામાં આવે છે.

અમરનાથ યાત્રા 2025 કયારે શરૂ થશે?

• અમરનાથ યાત્રા ક્યારે શરૂ થશે.25 જુલાઈ 2025

• અમરનાથ યાત્રા ક્યારે સમાપ્ત થશે.19 ઓગસ્ટ 2025

અમરનાથ યાત્રા માટે ઓનલાઇન રજિસ્ટ્રેશન કરવાની પ્રકિયા

• તમારા મોબાઇલ કે કોમ્પ્યુટરમાં સૌથી પહેલા SASB વેબસાઇટ jksasb.nic.in ઓપન કરો.

• હોમ પેજ પર દેખાતી “ઓનલાઈન સર્વિસ” (Online Services) પર ક્લિક કરો.

• “યાત્રા પરમિટ નોંધણી” (Yatra Permit Registration) વિકલ્પ પસંદ કરો.

• બધી શરતો અને સૂચનાઓ બરાબર વાંચો અને “હું સંમત છું” (I Agree) પર ક્લિક કરો અને Register પસંદ કરો.તમારું નામ, યાત્રાની તારીખ, મોબાઇલ નંબર, આધાર નંબર જેવી જરૂરી વિગતો દાખલ કરો. પાસપોર્ટ સાઇઝનો ફોટો અને હેલ્થ સર્ટિફિકેટ (CHC) પણ અપલોડ કરો.

અમરનાથ યાત્રા માટે ઓફલાઇન રજિસ્ટ્રેશન કરવાની પ્રકિયા

અમરનાથ યાત્રા માટે ઓફલાઇન રજિસ્ટ્રેશન કરાવી શકાય છે. જે લોકો ઓફલાઇન મોડ પસંદ કરે છે તેમના માટે જમ્મુ અને કાશ્મીર સરકારે વૈષ્ણવી ધામ, પંચાયત ભવન, મહાજન હોલ અને અન્ય ઘણા સેન્ટર બનાવ્યા છે.

• યાત્રાની તારીખના ત્રણ દિવસ પહેલા નજીકના કેન્દ્ર પરથી ટોકન સ્લિપ મેળવો.

• બીજા દિવસે સરસ્વતી ધામ જાઓ, ત્યાં તમારો મેડિકલ ચેકઅપ અને રજીસ્ટ્રેશન થશે.

• જમ્મુમાં RFID કાર્ડ સેન્ટરની મુલાકાત લો અને તે જ દિવસે તમારું કાર્ડ લઈ લો.તમે ઓનલાઈન નોંધણી કરાવો કે ઓફલાઈન, બધા જરૂરી દસ્તાવેજો અને પ્રમાણપત્રો સમયસર પ્રાપ્ત કરી લો જેથી મુસાફરી દરમિયાન કોઈ મુશ્કેલી ન પડે.

અત્રે ઉલ્લેખનિય છે કે, અમરનાથ યાત્રા માત્ર એક યાત્રા નથી પણ એક દૈવી અનુભવ છે. સમયસર તૈયારી કરો, માહિતગાર રહો અને આ આધ્યાત્મિક યાત્રાને ખાસ બનાવો.

  • News Reporter

    Related Posts

    7 જૂને બકરી ઇદ મનાવવામાં આવે છે, જાણો કેમ આપવામાં આવે છે કુર્બાની?

    ઈસ્લામ ધર્મ માટે બકરી ઈદનો તહેવાર ખૂબ જ ખાસ છે. તેને ઈદ ઉલ અધા તરીકે પણ ઓળખવામાં આવે છે. આ તહેવાર દર વર્ષે બલિદાન અને ત્યાગના સ્વરૂપ તરીકે ઉજવવામાં આવે…

    ગરોળી ઘરમાં આવવી શુભ કે અશુભ? કરોડપતિ બનશો કે કંગાળ? જાણો

    આપણા ઘરમાં ગરોળી જોવી એ ઘણીવાર સામાન્ય વાત હોય છે. આપણામાંથી મોટાભાગના લોકો તેની અવગણના કરે છે, પરંતુ જ્યોતિષ, વાસ્તુ અને શુકન શાસ્ત્ર અનુસાર ગરોળીનું દેખાવું એ માત્ર એક પ્રાણીનું…

    Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *