
અમદાવાદમાં શનિવાર રાતે શરૂ થયેલો વરસાદ રવિવારે ધડબટાડી બોલાવી રહ્યો છે. ભારે પવન સાથે વરસાદ પડવાથી વાતાવરણમાં ઠંડક પ્રસરી જતા લોકોને ગરમી ઉકળાટથી રાહત મળી છે. અમદાવાદમાં શનિવારે મોડી રાતથી સવારના છ વાગ્યા સુધીમાં આશરે દોઢ ઇંચ જેટલો વરસાદ વરસ્યો છે. ભારે વરસાદના કારણે અમદાવાદના સાબરમતી રિવરફ્રન્ટ, દાણીલીમડા, જોધપુર, સેટલાઇટ, ઓઢવ, સહિત ઘણા વિસ્તારોમાં પાણી ભરાયા છે. વરસાદી પાણી ભરાતા વાહન લોકોને મુશ્કેલી પડી રહી છે.
અમદાવાદમાં ઘણા વિસ્તારોમાં વરસાદ બાદ પાણી ભરાયા
અમદાવાદમાં શનિવાર રાતથી શરૂ થયેલો વરસાદ રવિવારે પણ ચાલુ રહેતા ઘણા વિસ્તારોમાં પાણી ભરાયા છે. શનિવાર રાત થી રવિવારે સવારના 6 વાગ્યા સુધી અમદાવાદમાં દોઢ ઇંચ વરસાદ પડ્યો છે. ભારે વરસાદના કારણે અમદાવાદના સાબરમતી રિવરફ્રન્ટ, દાણીલીમડા, જોધપુર, સેટલાઇટ, વસ્ત્રાપુર, નિકોલ, શિવરંજની, ઓઢવ, ખોખરે જેવા વિસ્તારોમાં પાણી ભરાયા છે. વરસાદી પાણી ભરાતા વાહન લોકોને મુશ્કેલી પડી રહી છે.
અમદાવાદ, મહેસાણા સહિત 9 જિલ્લામાં રેડ એલર્ટ
ગુજરાતમાં ફરી ચોમાસાની સિસ્ટમ સક્રિય છે, જેના પગલે આગામી 7 દિવસ સુધી ભારે વરસાદની ચેતવણી આપવામાં આવે છે. રવિવારે અમદાવાદ, મહેસાણા સહિત 9 જિલ્લામાં રેડ એલર્ટ આપવામાં આવ્યું છે. અહીં ભારે પવન સાથે વરસાદ પડવાની આગાહી કરવામાં આવી છે. આ 9 જિલ્લામાં અમદાવાદ, મહેસાણા, ગાંધીનગર, સાબરકાંઠા, બનાસકાંઠા, અરવલ્લી, ખેડા, સુરેન્દ્રનગર અને પાટણ સામેલ છે. અમદાવાદમાં શનિવારે મોડી રાતથી સવારના છ વાગ્યા સુધીમાં આશરે દોઢ ઇંચ જેટલો વરસાદ વરસ્યો છે.
હવામાન વિભાગ દ્વારા ગુજરાતમાં 26 જુલાઇ થી 29 જુલાઇ સુધી ભારે થી અતિ ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. ગુજરાતમાં વરસાદથી 1 થી વધુ સિસ્ટમ સક્રિય થઇ છે, જેના પગલે ગુજરાતના ઘણા વિસ્તારોમાં ભારે વરસાદ પડી શકે છે. અમદાવાદ, મહેસાણા, દાહોદ, અરવલ્લી, બનાસકાંઠા, સાબરકાંઠા, નવસારી, તાપી, મહીસાગર, વડોદરા, ભરૂચ સહિત ઘણા જિલ્લામાં ભારે વરસાડ પડવાની ચેતવણી આપવામાં આવી છે.