
અમદાવાદ પાર્સલ બ્લાસ્ટ કેસનો આરોપી દબોચાયો છે. બ્લાસ્ટ કેસના મુખ્ય આરોપી રુપેણ બારોટની ધરપકડ કરાઈ છે. જ્યારે બોમ્બ બનાવવામાં મદદ કરનાર રોહન રાવલની ધરપકડ કરવામાં આવી છે. ઉપરાંત આરોપી પાસેથી બે તૈયાર પાર્સલ બોમ્બ મળી આવ્યા છે. આરોપી પાસેથી એક તમંચો, 5 જીવતા કારતૂસ મળ્યા છે. પોલીસે ફરાર બે આરોપીઓની ધરપકડ કરી છે. રુપેણ બારોટ સહિત બેની પોલીસે ધરપકડ કરી છે.
અત્યાર સુધી કેસમાં 4 આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે. જ્યારે આરોપી રૂપેણ તેના ઘર પર એકલો રહેતો હતો. રૂપેણના ઘરમાં જ બોમ્બ બનાવમાં આવ્યો હતો. બોમ્બ બનાવી પાર્સલમાં પેક કરી અન્ય વ્યક્તિને ડિલિવરી માટે મોકલ્યા હતા. પોલીસે આરોપી રૂપેણના ઘરે સર્ચ કર્યું હતું. સર્ચ દરમિયાન હથિયાર મળી આવ્યા હતા. ત્રણ દેશી બનાવટના કટ્ટા અને બોમ્બ બનાવવાની સામગ્રી મળી આવી હતી. પોલીસે હથિયાર મળી આવવા અંગે અલગથી ગુનો નોંધવાની તજવીજ શરૂ કરી છે.
નોંધનીય છે કે, અમદાવાદના સાબરમતીના શિવમ રો હાઉસમાં પાર્સલમાં બ્લાસ્ટ થયો હતો. પોલીસના મતે પારિવારિક ઝઘડામાં હુમલો થયો હતો. મહત્વનું છે કે પાર્સલ બ્લાસ્ટમાં 3 લોકો ઘાયલ થયા હતા. ઘટનામાં 4 જેટલી વ્યક્તિની સંડોવણી હોવાનો પોલીસ તપાસમાં ખુલાસો થયો હતો.