
અમદાવાદમાં ઇસ્કોન ચાર પાસે જાહેરમાં દારૂની મેહફીલ જામી હતી.. ખુલ્લેઆમ રસ્તા પર નબીરાઓએ દારુનો નશો કર્યો હતો. સોશિયલ મીડિયા પર મહેફિલની પાર્ટીનો વીડિયો વાયરલ થયો છે.. આ વીડિયો સામે આવ્યા બાદકાયદો વ્યવસ્થા અને પોલીસ પેટ્રોલિંગ સામે સવાલો ઉભા થયા છે.5 થી 7 યુવાનો ખુલ્લેઆમ મ્યુઝિકના તાલે દારૂની મહેફિલ માણી રહ્યા છે . દારૂની મેહફીલનો વીડીયો થયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે..આ વીડિયો જોયા બાદ લોકો સવાલ કરી રહ્યા છે કે ક્યાં છે દારૂબંધી.
વીડિયોની શરૂઆતમાં જ અમદાવાદનો ઇસ્કોન બ્રિજ બતાવાયો છે અને ત્યાંથી કેમેરો ફરીને સીધોજ બ્રિજની નજીકના કોઇ કોમ્પ્લેક્ષના ઓટલા પર આવે છે જ્યાં પાંચથી સાત નબીરાઓ બેઠા છે અને બિનદાસ્ત દારૂ ઢીંચે છે.