
ઝાકિર હુસૈન અમેરિકાની સાન ફ્રાન્સિસ્કો હોસ્પિટલમાં દાખલ હતા. તેની હાલત ગંભીર જણાવી હતી. જો કે હોસ્પિટલમાં તેની સારવાર દરમિયાન દરમિયાન નિધન થયું.
ફેમસ તબલાવાદક અને ઉસ્તાદ અલ્લાહ રખાના મોટા પુત્ર ઉસ્તાદ ઝાકિર હુસૈનનું નિધન થઈ ગયું છે. ઉસ્તાદ ઝાકિર હુસૈને આખી દુનિયામાં પોતાની કલાનો ઝંડો ફરકાવ્યો છે. જ્યારે તે પોતાના હાથની થાપે તબલા વગાડે છે, ત્યારે તે દુનિયાને મંત્રમુગ્ધ કરી દે છે.
ઝાકિર હુસૈન અમેરિકાની સાન ફ્રાન્સિસ્કો હોસ્પિટલમાં દાખલ હતા. તેની હાલત ગંભીર જણાવી હતી. જો કે હોસ્પિટલમાં તેની સારવાર દરમિયાન દરમિયાન નિધન થયું. અત્રે ઉલ્લેખનીય છે કે આ વર્ષે શંકર મહાદેવન અને ઝાકિર હુસેન સહિત 4 ભારતીયોએ સંગીત જગતનું સૌથી મોટું સન્માન ગ્રેમી એવોર્ડ જીત્યો હતો.
ઝાકિર હુસૈનનો જન્મ 9 માર્ચ 1951ના રોજ મુંબઈમાં થયો હતો. તેમનું પ્રારંભિક શિક્ષણ પણ સેન્ટ માઈકલ સ્કૂલ માહિમ મુંબઈમાં થયું હતું અને મુંબઈની સેન્ટ ઝેવિયર્સ કોલેજમાંથી ગ્રેજ્યુએશન કર્યું હતું.
ઝાકિર હુસૈને તેમનો પ્રથમ કોન્સર્ટ 11 વર્ષની ઉંમરે કર્યો હતો. તેમનું પહેલું આલ્બમ 1973માં રિલીઝ થયું હતું. જેનું નામ લિવિંગ ઇન ધ મટીરિયલ વર્લ્ડ હતું. તેમના પિતા ઉસ્તાદ અલ્લાહ રખા કુરેશી પણ તબલા વાદક હતા અને માતાનું નામ બીવી બેગમ હતું.ઝાકિર હુસૈને ત્રણ ગ્રેમી એવોર્ડ જીતીને દુનિયાભરમાં ડંકો વગાડ્યો છે. આ સિવાય ભારત સરકારે તેમને 1988માં પદ્મશ્રી, 2002માં પદ્મ ભૂષણ અને 2023માં પદ્મ વિભૂષણથી નવાજ્યા હતા.
જણાવી દઈએ કે, ઝાકિર હુસૈનેને પહેલીવાર પરફોર્મ કરવા બદલ 5 રૂપિયા મળ્યા હતા. આ વિશે તેમણે એક ઈન્ટરવ્યુમાં કહ્યું હતું કે, મેં મારા જીવનમાં ઘણા પૈસા કમાયા છે, પરંતુ મને જે 5 મળ્યા તે સૌથી મૂલ્યવાન હતા.જણાવી દઈએ કે, ઝાકિર હુસૈન તબલા વગાડવા સિવાય એક્ટિંગ પણ કરી ચૂક્યા છે. તેણે 1983માં આવેલી બ્રિટિશ ફિલ્મ હીટ એન્ડ ડસ્ટમાં કામ કર્યું હતું. આ ફિલ્મમાં શશિ કપૂર પણ હતા.
ભારત ઝાકિર હુસૈનનું જેટલું સન્માન ભારતમાં છે અમેરિકામાં પણ તેમનું એટલું જ સન્માન હતું. 2016 માં તત્કાલિન રાષ્ટ્રપતિ બરાક ઓબામાએ તેમને ઓલ સ્ટાર ગ્લોબલ કોન્સર્ટમાં ભાગ લેવા આમંત્રણ આપ્યું હતું. આ આમંત્રણ મેળવનાર તેઓ પ્રથમ ભારતીય સંગીતકાર હતા.