
સૂર્યના બૃહસ્પતિની રાશિમાં પ્રવેશ સાથે ખરમાસ શરૂ થાય છે. જે મકર રાશિમાં પ્રવેશ સાથે સમાપ્ત થશે. આ સમયગાળા દરમિયાન કોઈ પણ શુભ કે માંગલિક કાર્ય પર રોક લાગી જાય છે. તો ચાલો જાણીએ આ એક મહિના સુધી શું ન કરવું જોઈએ.
15 ડિસેમ્બરના રોજ સૂર્યના ધન રાશિમાં પ્રવેશ સાથે ખરમાસનો પ્રારંભ થઈ ગયો છે. જે 14 જાન્યુઆરી મકરસંક્રાંતિ સુધી ચાલશે. આ દરમિયાન માંગલિક કાર્યો, વિવાહ, ગૃહ પ્રવેશ, ગૃહ નિર્માણ, નવ પ્રતિષ્ઠાન, વધુ પ્રવેશ, મુંડન, ઉપનયન, સંસ્કાર, દેવ પ્રતિમાની પ્રતિષ્ઠા જેવા કાર્યો પર વિરામ લાગી જાય છે. જો કે તમે ધાર્મિક અનુષ્ઠાન કરી શકો છો. જેવા કે સત્યનારાયણ કથા, હવન.
15 ડિસેમ્બરની રાતે 10.11 વાગ્યાથી 14 જાન્યુઆરી 2025ના રોજ સવારે 8.56 મિનિટ સુધી સૂર્યના મકર રાશિમાં પ્રવેશ સુધી ખરમાસ રહેશે. વરને સૂર્યના બળ અને કન્યાના બૃહસ્પતિના બળ સાથે જોડવામાં આવે છે, તેમજ બંનેને ચંદ્રનું બળ હોવાથી વિવાહના યોગ બને છે. એના પર જ લગ્નની તિથિ નિર્ધારિત થાય છે. ખરમાસ શરુ થઈ જવાથી વિવાહ સંસ્કારો પર એક મહિના સુધી રોક લાગી જશે.
ખરમાસમાં આ કામ કરવાથી બચો
ખરમાસ મહિનામાં કોઈપણ પ્રકારનું શુભ કાર્ય કરવું યોગ્ય નથી. શાસ્ત્રોમાં આ અંગે સ્પષ્ટ નિષેધ છે. આ સમયગાળા દરમિયાન લગ્ન, મુંડન જેવા સમારોહનું આયોજન ન કરવું જોઈએ.આ સિવાય ખરમાસમાં નવું મકાન, પ્લોટ કે ફ્લેટ ખરીદવાનું પણ ટાળવું જોઈએ. નવા મકાનમાં જવું પણ આ સમયે શુભ માનવામાં આવતું નથી, કારણ કે તે તમારા માટે મુશ્કેલી ઊભી કરી શકે છે.
ખરમાસ દરમિયાન, ઉપનયન સંસ્કાર, નવા વ્રત અથવા પૂજા વિધિ શરૂ ન કરવી જોઈએ, કારણ કે તે શુભ માનવામાં આવતું નથી.
(Disclaimer: અહીં આપવામાં આવેલી જાણકારી સામાન્ય માહિતી પર અથવા જે તે નિષ્ણાત જ્યોતિષ પાસેથી લેવામાં આવી છે. માનવતા ન્યૂઝ તેની ખરાઈની પુષ્ટિ કરતું નથી. કોઈ પણ સલાહને અનુસરતા પહેલા નિષ્ણાતની સલાહ લેવી જરૂરી છે.)