
દિવાળી ટાણે રાજ્યમાં ACB ની કાર્યવાહી સામે આવી છે. ગાંધીનગરમાં ACB ની ડિકોય ટ્રેપ સામે આવી. ગાંધીનગર મહાનગરપાલિકાના દબાણ શાખાના કર્મચારી વતી રૂપિયા 500ની લાંચ લેતા ખાનગી વ્યક્તિને ગાંધીનગર ACB એ ઝડપી પાડ્યો.ફાસ્ટફૂડની લારી ઉભી રાખવા અને હેરાન નહીં કરવા રૂપિયા 500 ની લાંચ માંગી હતી. રાજ્યના જુદા જુદા સ્થળોએ એકજ દિવસ માં 4 ટ્રેપને લઈ સરકારી ખાતાઓમાં ફફડાટ મચ્યો છે. અમદાવાદમાં બે સ્થળોએ, રાજુલામાં એક અને ગાંધીનગરમાં એક સ્થળે ACB એ કાર્યવાહી કરી છે. કુલ 4 ટ્રેપમાં 5 આરોપી ઝાડપાયા છે.
AMC ના સફાઈ કામદાર અને પટાવાળાની ધરપકડ
અમદાવાદ AMC ના મુખ્ય સફાઈ કામદાર અને પટાવાળાની રૂપિયા 1600ની લાંચ લેવાના આરોપસર ACB એ ધરપકડ કરી . AMC તરફ થી સફાઈ કામદારોને અપાતા બોનસ માંથી રકમની માંગ કરી હતી. ઉપરી અધિકારીઓને મીઠાઈ આપવાની છે કહી 1600 રૂપિયાની માંગ કરી હતી.
અમદાવાદમાં PSI લાંચ લેતો ઝડપાયો
અમદાવાદના વેજલપુર પોલીસ મથકના ડી સ્ટાફ PSI લાંચ લેતા ઝાડપાયા. PSI પી એન વ્યાસ રૂપિયા 80 હજારની લાંચ લેતા ઝાડપાયા હોવાની માહિતી સામે આવી છે. રૂપિયા 1 લાખની લાંચ માગી હતી. આરોપીને માર નહીં મારવા અને રિમાન્ડ નહીં માગવા લાંચ માંગી હતી. પોલીસ સ્ટેશનની સામેજ ACB એ છટકું ગોઠવી PSI ને ઝડપી પાડ્યા.