અમદાવાદમાં પોલીસ વાને કારને ટક્કર મારી, 10 ફૂટ દૂર ફંગોળાઈ કાર, ડ્રાઈવર પાસેથી મળ્યો ‘નશાનો સામાન’કપ સીરપ

અમદાવાદમાં છેલ્લા બે દિવસથી અકસ્માતોની ઘટનાઓ સતત વધી રહી છે. 14 નવેમ્બરની રાત્રે SG હાઈ-વે પર MBAના વિદ્યાર્થીએ બે હોમગાર્ડને કારથી ઉડાવ્યા પછી, તેની બીજા જ દિવસે એટલે કે 15 નવેમ્બરની મોડીરાત્રે ગોતા–વંદે માતરમ રોડ પર પોલીસની PCR વાન દ્વારા વધુ એક ગંભીર અકસ્માત સર્જાયો. લોકોમાં આ ઘટનાને લઈ ભારે ચિંતા છે, કારણ કે આ વખતે અકસ્માત કરનાર સામાન્ય નાગરિક નહીં પણ પોલીસની વાનનો ચાલક હતો.

ગોતા વિસ્તારમાં શાયોના તિલક પાસે કારચાલકે પોતાની કાર માત્ર એક મિનિટ પહેલાં સાઇડમાં પાર્ક કરી હતી. તે અંદર જ બેઠો હતો કે પાછળથી પૂરઝડપે આવી રહેલી 112 જનરક્ષક વાનએ પાર્ક કરેલી કારને જોરદાર ટક્કર મારી. ટક્કર એટલી શક્તિશાળી હતી કે કાર લગભગ 10 ફૂટ સુધી ધકેલાઈ ગઈ. આ આખી ઘટના નજીકના CCTV કેમેરામાં કેદ થઈ છે, જેનાથી વાનની ઝડપ સ્પષ્ટ દેખાઈ આવે છે અને અકસ્માત કેવી રીતે થયો તે પણ સમજાય છે.

અકસ્માત થતા જ સ્થાનિક લોકો મોટી સંખ્યામાં ઘટનાસ્થળે ભેગા થઈ ગયા. લોકોએ તરત જ PCR વાનની અંદર તપાસ શરૂ કરી અને ત્યાંથી તૂટેલી હાલતમાં કફ સીરપની બોટલ બહાર આવી. લોકોનો આક્ષેપ છે કે વાનનો ડ્રાઈવર નશાની હાલતમાં હતો અને એના કારણે જ આ અકસ્માત થયો. બનાવની જાણ થતાં જ એ ડિવિઝન ટ્રાફિક પોલીસ અને સોલા પોલીસ બંને ઘટના સ્થળે પહોંચી હતી અને તપાસ શરૂ કરી હતી.

A ડિવિઝન ટ્રાફિક પોલીસ સ્ટેશનના PI એન.એ. દેસાઈએ જણાવ્યું કે PCR વાન ચાલકને મેડિકલ તપાસ માટે મોકલવામાં આવ્યો છે જેથી નશો હતો કે નહીં તે જાણી શકાય. કારમાંથી મળી આવેલી સીરપની બોટલ બાબતે સોલા પોલીસે પણ તપાસ શરૂ કરી છે અને વાન ચાલક સામે ગુનો દાખલ કરીને કાર્યવાહી આગળ વધારી છે. પોલીસના જ વાહન દ્વારા સર્જાયેલા આ અકસ્માતે કાયદો અને વ્યવસ્થાની ગંભીરતા પર પ્રશ્નો ઉભા કર્યા છે.

અમદાવાદમાં ભય અને અસુરક્ષા વધારી છે. શહેરના લોકોમાં પ્રશ્નો ઊભા થઈ રહ્યા છે કે જ્યારે પોલીસની જ PCR વાન અકસ્માત કરતી હોય અને યુવાન નશામાં વાહન હંકારતા હોય, ત્યારે રસ્તાઓ પર સલામતીનું શું? ઝડપ, બેદરકારી અને નશો—આ ત્રણેય કારણો ફરી સ્પષ્ટ કરે છે કે ટ્રાફિક નિયંત્રણ અને કડક કાર્યવાહી વિના શહેરમાં અકસ્માતો કરતાં અટકાવવાનું મુશ્કેલ છે.

  • Related Posts

    ગુજરાતમાં સફેદ દૂધનો કાળો કારોબાર, યુરિયા અને ડિટર્જન્ટનો ઉપયોગ કરીને નકલી દૂધ બનાવતી ફેક્ટરીનો પર્દાફાશ

    સાબરકાંઠા જિલ્લામાં દૂધમાં ભેળસેળનું એક મોટું રેકેટ ઝડપાયું છે. છેલ્લા પાંચ વર્ષથી સેંકડો ગામડાઓમાં લોકોને ડિટર્જન્ટ, યુરિયા અને અન્ય ખતરનાક રસાયણોનો ઉપયોગ કરીને બનાવટી દૂધ અને છાશ પીરસવામાં આવી રહી…

    સાણંદમાં વિકેન્ડ હોમમાં ચાલતી હાઈપ્રોફાઈલ દારુ હુક્કા પાર્ટી પર પોલીસ ત્રાટકી, 81 યુવક-યુવતીઓ ઝડપાયા

    રાજ્યમાં પ્રાઈવેટ પાર્ટીમાં દારુની રેલમછેલ થવાનું સામાન્ય બની ગયું છે. એક પછી એક આવી ઘટનાઓ સામે આવે છે ત્યારે અમદાવાદ નજીક સાણંદમાં નિર્વાણા ગ્રીન્સ વિકેન્ડ હોમ્સમાં ચાલતી હાઈ પ્રોફાઈલ પાર્ટી…

    Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *