
ફ્લાવરશોની મુલાકાતે આવનારા મુલાકાતીઓ તેમનો અભિપ્રાય ડિજિટલ સ્વરુપમાં આપી શકે એ માટે કયુઆર કોડ સિસ્ટમ રાખવામાં આવશે.
અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા આયોજીત ફલાવર શો- 3/1/25 ના રોજ જાન્યુઆરીથી ખુલ્લો મુકવામાં આવશે. ફ્લાવર શોની સાથે રાજયના મુખ્યમંત્રી અમદાવાદ માટે ટી સેન્સસની કામગીરીનો આરંભ કરાવશે. ફ્લાવરશોની મુલાકાતે આવનારા મુલાકાતીઓ તેમનો અભિપ્રાય ડિજિટલ સ્વરુપમાં આપી શકે એ માટે કયુઆર કોડ સિસ્ટમ રાખવામાં આવશે. ગત વર્ષ કરતા ફલાવર શો-2025ના આયોજન પાછળ મ્યુનિસિપલ તંત્ર ત્રણ કરોડ રુપિયા વધુ ખર્ચ કરશે.
ફલાવર શો દરમિયાન રોજ સવારે 9થી 10 કલાક તથા રાત્રે 10થી 11 કલાક દરમિયાન જો મુલાકાતીઓ પ્રાઈમ ટાઈમમાં ફલાવર શો જોવા માંગતા હશે તો પ્રતિ વ્યકિત રુપિયા 500 ટિકીટના દર વસૂલ કરાશે. મ્યુનિસિપલ શાળાના બાળકોને વિનામૂલ્યે ફલાવરશોમાં પ્રવેશ આપવામાં આવશે.