અમદાવાદના વિવિધ જ્વેલર્સ શો-રૂમમાં ગ્રાહક બનીને સોનાની વીંટીઓ સેરવી લેતી શાતિર મહિલાને નરોડા પોલીસે ફિલ્મી ઢબે ઝડપી

અમદાવાદના વિવિધ જ્વેલર્સ શો-રૂમમાં ગ્રાહક બનીને સોનાની વીંટીઓ સેરવી લેતી શાતિર મહિલાને નરોડા પોલીસે ફિલ્મી ઢબે ઝડપી પાડી છે. આ મહિલાની ચોરી કરવાની મોડસ ઓપરેન્ડી જાણીને પોલીસ પણ સ્તબ્ધ થઈ ગઈ હતી. મહિલા સોનાની વીંટી હોય એવી જ બગસરાની વીંટીનો સ્ટોક રાખતી અમદાવાદમાં છેલ્લા ઘણા સમયથી શહેરના વિવિધ જ્વેલર્સ-શોપમાં શાતિર મહિલા પ્રવીણાએ ચોરી કરીને હાહાકાર મચાવી દીધો હતો.

પ્રવીણા સોનાની વીંટી હોય એવી જ બગસરાની વીંટીનો સ્ટોક કરીને રાખતી હતી. જ્યારે પણ તે જ્વેલર્સ શોપમાં ચોરી કરવા માટે જાય ત્યારે બગસરાની વીંટી સાથે લઈને જતી હતી.સેલ્સમેન વીંટી બતાવે ત્યારે પ્રવીણા નજર ચૂકવીને બગસરાની વીંટી મૂકી દેતી હતી અને સોનાની વીંટી લઈ લેતી હતી. એ બાદ વીંટી પસંદ નથી આવી એવું કહીને પ્રવીણા જતી રહેતી હતી. જ્યારે શોપમાલિક કે કર્મચારીઓને ખબર પડે ત્યાં સુધીમાં પ્રવીણા દૂર નીકળી જતી હતી.પોલીસે બાતમી આધારે મહિલાને નરોડાથી ઝડપી પાડી.એે દરમિયાન નરોડા પોલીસ સ્ટેશનની ટીમને બાતમી મળી હતી કે જ્વેલર્સની શોપમાંથી સોનાની વીંટીની ચોરી કરનાર એક મહિલા જાંબલી કલરનો ડ્રેસ પહેરીને નરોડા સ્મશાનની પાછળના ભાગે ઊભી છે.

બાતમીના આધારે નરોડા પોલીસની ટીમે તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી મહિલાની અટકાયત કરી લીધી હતી. પ્રાથમિક તપાસમાં મહિલાનું નામ પ્રવીણા સેનવા અને તે હાલ વડોદરા ખાતે આવેલા ઔડાના મકાનમાં રહેતી હોવાનું ખૂલ્યું હતું.તે મૂળ ખેડા જિલ્લાના ઠાસરા તાલુકાના આંબલિયાળા ગામની રહેવાસી છે. પોલીસ મહિલાની પૂછપરછ કરતાં તેણે પાંચ મહિના પહેલાં વિનાયક ગોલ્ડ પેલેસ જ્વેલર્સમાં સોનાની વીંટીની ચોરી કરી હોવાની કબૂલાત કરી હતી. પોલીસે પ્રવીણાની ધરપકડ કરીને વધુ પૂછપરછ કરી હતી.

  • Related Posts

    ગુજરાતમાં સફેદ દૂધનો કાળો કારોબાર, યુરિયા અને ડિટર્જન્ટનો ઉપયોગ કરીને નકલી દૂધ બનાવતી ફેક્ટરીનો પર્દાફાશ

    સાબરકાંઠા જિલ્લામાં દૂધમાં ભેળસેળનું એક મોટું રેકેટ ઝડપાયું છે. છેલ્લા પાંચ વર્ષથી સેંકડો ગામડાઓમાં લોકોને ડિટર્જન્ટ, યુરિયા અને અન્ય ખતરનાક રસાયણોનો ઉપયોગ કરીને બનાવટી દૂધ અને છાશ પીરસવામાં આવી રહી…

    સાણંદમાં વિકેન્ડ હોમમાં ચાલતી હાઈપ્રોફાઈલ દારુ હુક્કા પાર્ટી પર પોલીસ ત્રાટકી, 81 યુવક-યુવતીઓ ઝડપાયા

    રાજ્યમાં પ્રાઈવેટ પાર્ટીમાં દારુની રેલમછેલ થવાનું સામાન્ય બની ગયું છે. એક પછી એક આવી ઘટનાઓ સામે આવે છે ત્યારે અમદાવાદ નજીક સાણંદમાં નિર્વાણા ગ્રીન્સ વિકેન્ડ હોમ્સમાં ચાલતી હાઈ પ્રોફાઈલ પાર્ટી…

    Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *