6000 કરોડનું સ્કેમ : ગુજરાતમાં 7 જગ્યાએ BZ Group પર CID ક્રાઈમના દરોડા, મુખ્ય આરોપીંના સીએમ-સીઆર સાથે ફોટો

ગુજરાતમાં રોકાણ સામે ઊંચું રિટર્ન આપવાની લાલચ આપી 6000 કરોડનું સ્કેમ કરનારા BZ Group પર CID ક્રાઈમે ગુજરાતમાં 7 જગ્યાએ દરોડા પાડયા છે.

મળતી માહિતી મુજબ 7 જગ્યાએ BZ Groupના એજન્ટો પર આ દરોડા પાડવામાં આવ્યા છે.BZ Financial Services તથા BZ Groupની અલગ અલગ કંપનીઓ CEO ભુપેન્દ્રસિંહ પરબતસિંહ ઝાલા, રહેવાસી- ઝાલાનગર વાગડી, સાબરકાંઠાએ તેના મળતીયાઓ સાથે ભેગા મળીને રાજયના રોકાણકારો સાથે છેતરપીંડી અને ઠગાઈ કરવાના ઈરાદે એક સુવ્યવસ્થિત કાવતરુ રચી ગુજરાત તથા રાજસ્થાનમાં અલગ અલગ શહેરોમાં બ્રાન્ચો ખોલી તે ઓફિસ/ બ્રાન્ચો મારફતે રાષ્ટ્રિયકૃત બેન્કો તેમજ અન્ય નાણાકિય સંસ્થા કરતા વધુ ઉંચા વળતરની જાહેરાતો આપી રોકાણકારોને પ્રલોભન આપી અલગ શાખાઓ મારફતે આશરે રૂપિયા 6000 કરોડ રોકાણકારો પાસે ગેરકાયદેસર રીતે નાણા ઉધરાવી લીધા હતા.Group સાથે તમામની સામે કાયદેસરની કાર્યવાહી કરવા CID ક્રાઈમને એક નનામી અરજી મળી હતી, જેના આધારે BZ Groupની આ બ્રાન્ચ/ ઓફીસ પર દરોડા પાડવામાં આવ્યા છે.

1) રણાસણ, તા.તલોદ (2) હિંમતનગર (3) વિજાપુર (4) મોડાસા (5)ગાંધીનગર (6) વડોદરા (7) માલપુર, અરવલ્લી CID ક્રાઈમના કુલ-7 પોલીસ ઈન્સ્પેકટર તથા 50 પોલીસ સ્ટાફ સાથે રેડ કુરતા BZFinancial Servicesની ઓફીસોમાંથી કોમ્પ્યુટર, લેપટોપ, પ્રિન્ટર, કેશ વાઉચર, રોકાણકારો સાથે કરેલ એગ્રેમેન્ટની નકલો, એપ્લિકેશન ફોમ, એફ.ડી ફોમ, રીન્યુઅલ ફોમ, એએડવાન્સ એમાઉન્ટ ફોમ, વિડ્રોઅલ ફોમ, રોકાણકારોના રોકાણ બાબતેના ચોપડા જેવુ સાહિત્ય મોટા પ્રમાણમાં મળી આવેલ હોય, આ સાહિત્ય કબજે કરી CID ક્રાઈમે તપાસ હાથ ધરેલ છે.BZ Financial Services તથા BZ Groupનો માલિક ભૂપેન્દ્રસિંહ ઝાલા છે. લોકસભા ચૂંટણી-2024માં ભાજપમાંથી ટીકીટ ન મળતા સાબરકાંઠા બેઠક પર અપક્ષ ઉમેદવારી નોંધાવી હતી, જો કે બાદમાં તેણે ફોર્મ પાછું ખેંચ્યું જો હતું. એવું પણ કહેવામાં આવે છે? સી.આર. પાટીલના કહેવાથી તેણે ફોર્મ પાછું ખેંચ્યું હતું. ભૂપેન્દ્રસિંહ ઝાલાએ પોતાના નામ સાથે ઘણી બધી જગ્યાએ પોતે ભાજપ કાર્યકર્તા છે એવું લખાવ્યું છે. આ ઉપરાંત પ્રદેશ ભાજપ અધ્યક્ષ સી.આર. પાટીલ સાથે પણ તેના ફોટોઝ છે.

  • News Reporter

    Related Posts

    સલમાન ખાનને ધમકી આપનારો વડોદરાથી પકડાયો, માનસિક રીતે અસ્થિર હોવાથી છોડી દેવાયો

    બૉલિવૂડ અભિનેતા સલમાન ખાનને મારી નાખવાની અનેક ધમકીઓ આપી હતી. આ મામલે હવે મુંબઈની વરલી પોલીસે ગુજરાતના વડોદરાથી 26 વર્ષીય યુવકની ધરપકડ કરી છે. આ વ્યક્તિની વોટ્સઍપ મેસેજ દ્વારા સલમાન…

    અમદાવાદમાં નશામાં ચૂર કારચાલકનું કારસ્તાન, રોડ પર આવેલા મંદિરમાં ઘૂસાડી દીધી કાર

    અમદાવાદમાં મોડી રાત્રે દાણીલીમડા વિસ્તારમાં કારચાલકે અકસ્માત સર્જ્યો હતો. નશામાં ધૂત કારચાલકે ત્રણથી ચાર લોકોને અડફેટે લીધા હતાં તેમજ રોડ પરના મંદિર સાથે અથડાતા મંદિર પણ ખંડિત કરી દીધુ હતું.…

    Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *