
વર્ષ 2025ના પ્રથમ દિવસે સવારે સ્નાન કર્યા બાદ ઘરમાં શ્રીયંત્રની સ્થાપના શુભ રહેશે. સ્નાન બાદ શ્રીયંત્રને ગંગાજળ અને પંચામૃતથી સાફ કરો અને ઘરની દક્ષિણ દિશામાં લાલ રંગના વસ્ત્ર પર સ્થાપિત કરો.પૌરાણિક માન્યતા છે કે સમુદ્ર મંથનમાંથી જે 14 રત્ન નિકળ્યા હતા તેમાં એક પારિજાતનો છોડ પણ હતો. કહેવામાં આવે છે કે આ ઝાડને પણ ઈંદ્ર દેવે સ્વર્ગમાં સ્થાપિત કર્યું હતું. આ વૃક્ષ માતા લક્ષ્મીને પ્રિય છે. આ છોડ ઘરમાં લગાવવાથી સુખ-સમૃદ્ધિનો વાસ થાય છે.
ઘરમાં માતા લક્ષ્મી સાથે કુબેર દેવતાની તસવીર લગાવવી પણ શુભ માનવામાં આવે છે. ભગવાન કુબેર ધન અને આરોગ્યનું વરદાન આપે છે.નવા વર્ષના પ્રથમ દિવસે ઘરમાં કુબેર દેવતાની તસવીરની સાથે સ્વાસ્તિકનું ચિન્હ જરૂર લગાવો. ભગવાન કુબેરને પ્રસન્ન કરવાથી રોગ અને ગરીબી દૂર થાય છે. હિન્દુ ધર્મમાં શંખને માતા લક્ષ્મીનો ભાઈ માનવામાં આવ્યો છે. તે સમુદ્ર મંથનમાંથી નિકળેલા 14 રત્નોમાંથી એક છે. તેને ઘરમાં રાખવાથી ધનની કમી રહેતી નથી.
(Disclaimer:અહીં આપવામાં આવેલી માહિતી સામાન્ય માન્યતાઓ અને માહિતી પર આધારિત છે. માનવતા ન્યૂઝ આની પુષ્ટિ કરતું નથી.)