લગ્ન પહેલા હળદર કેમ લગાવવી જોઈએ? જાણો કારણ!

હિંદુ રીતિ રિવાજ મુજબ લગ્નના એક કે બે દિવસ પહેલા વર-કન્યા માટે હલ્દી સેરેમની રાખવામાં આવે છે. આજના સમયમાં આ પ્રસંગને ભવ્ય રીતે ઉજવવાનો ટ્રેન્ડ છે. મોર્ડન કપલ્સ માટે આ એક એવી તક છે જ્યાં ધાર્મિક વિધિઓનું પાલન કરવામાં આવે છે અને પરિવાર સાથે ખાસ સમય પસાર કરવાનો મોકો પણ મળે છે. જો કે, લોકો ઘણીવાર એવું પૂછવામાં રસ નથી દાખવતા કે હળદર લગાવવાના શું ફાયદા છે?

1. હળદરમાં એવા ગુણ હોય છે જે ત્વચાની કાળાશ દૂર કરવામાં મદદ કરે છે. આ જ કારણ છે કે પેઢીઓથી દરેક ઘરમાં તેનો ઉપયોગ ત્વચાના ઘરેલું ઉપચાર તરીકે થાય છે. કન્યાને લગાડવામાં આવતી હળદરમાં ગુલાબ જળ અને ચંદન પણ મિક્સ કરવામાં આવે છે. અને આ બંને વસ્તુઓ પિગમેન્ટેશન અને ડાર્ક સ્પોટ્સને હળવા કરવામાં પણ મદદ કરે છે.

2. હળદર લગાવ્યા બાદ જ્યારે તેને ઘસીને ત્વચા પરથી દૂર કરવામાં આવે છે, ત્યારે આ પ્રક્રિયાથી મૃત ત્વચા દૂર થઈ જાય છે. એટલું જ નહીં, તે ત્વચા પર જામેલી ગંદકીને પણ ઊંડે સુધી સાફ કરે છે અને ત્વચાને ખૂબ નરમ બનાવે છે.

3. હળદરમાં હાજર ગુણધર્મો અને લેપને દૂર કરતી વખતે કરવામાં આવતી સ્ક્રબિંગ ગ્લોને વધારવા માટે એકસાથે કામ કરે છે. ખાસ વાત એ છે કે હલ્દી સેરેમની દરમિયાન વર-કન્યાના લગભગ આખા શરીર પર લેપ લગાવવામાં આવે છે. જેનાથી માત્ર ચહેરો જ નહીં પરંતુ આખા શરીરની ત્વચા નરમ અને ચમકદાર બની જાય છે.

4. હળદરમાં એન્ટી-બેક્ટેરિયલ ગુણ હોય છે. આ જ કારણ છે કે જ્યારે તેને શરીર પર લગાવવામાં આવે ત્યારે ચહેરા અને શરીર પરના ખીલ દબાઈ જાય છે. તેના ફાયદા લગ્નના દિવસે દેખાય છે જ્યારે કન્યાની સુંદરતા બમણી થઈ જાય છે.

  • News Reporter

    Related Posts

    ઢોલ જેવું પેટ અંદર કરી દેશે આ દેશી ડ્રિંક; રાતના સમયે પીશો તો ફટાફટ ઘટશે બેલી ફેટ, પાતળી થઈ જશે કમર

    શરીરનું વધતું વજન અને બહાર નીકળતુ પેટ ઘણા લોકો માટે મોટી સમસ્યા બની ગયા છે. તેવામાં અહીં જાણો કઈ રીતે પેટની સાઈઝ ઓછી કરવા માટે રાતના સમયે કેટલીક ડ્રિંક્સ પીવાથી…

    Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *