નાઈજીરીયામાં PM મોદીને આ બીજા સર્વોચ્ચ રાષ્ટ્રીય પુરસ્કારથી સન્માનિત કરાયા.

નાઈજીરીયાએ રવિવારે વડાપ્રધાન નરેન્દ્ર મોદીને તેના બીજા સર્વોચ્ચ રાષ્ટ્રીય પુરસ્કાર – ગ્રાન્ડ કમાન્ડર ઓફ ધ ઓર્ડર ઓફ ધ નાઈજર એવોર્ડથી સન્માનિત કર્યા છે. પીએમ મોદી આ સન્માન મેળવનાર બીજા વિદેશી મહાનુભાવ બન્યા છે. આ પહેલા ક્વીન એલિઝાબેથ એકમાત્ર વિદેશી મહાનુભાવ છે.જેમને 1969માં આ એવોર્ડથી સન્માનિત કરવામાં આવ્યા હતા.

પીએમ મોદીએ નાઈજીરિયાના રાષ્ટ્રપતિ બોલા અહેમદ ટીનુબુ પાસેથી એવોર્ડ મેળવ્યા બાદ આભાર વ્યક્ત કર્યો હતો. તેમણે કહ્યું કે નાઈજીરિયા દ્વારા ‘ગ્રાન્ડ કમાન્ડર ઓફ ધ ઓર્ડર ઓફ ધ નાઈજર’ એવોર્ડથી સન્માનિત થવું તેમના માટે ખૂબ જ સન્માનની વાત છે.

તેમણે કહ્યું કે તેઓ તેને ખૂબ જ નમ્રતાથી સ્વીકારે છે અને તેને ભારતના 140 કરોડ લોકોને અને ભારત અને નાઈજીરિયાની મિત્રતાને સમર્પિત કરે છે. વડાપ્રધાને ગ્રાન્ડ કમાન્ડર ઓફ ધ ઓર્ડર ઓફ નાઈજરના એવોર્ડ માટે નાઈજીરીયાની સરકાર અને લોકોનો આભાર માન્યો હતો.

પીએમ મોદીએ એવોર્ડ મેળવ્યા બાદ આ વાત કહી હતી

મહત્વનું છે કે પીએમ મોદીને વિદેશમાં આવો 17મો આંતરરાષ્ટ્રીય એવોર્ડ મળ્યો છે. મોદીએ કહ્યું કે ભારત અને નાઈજીરિયા વચ્ચેના સંબંધો સદ્ભાવના, પરસ્પર સહયોગ અને સન્માન પર આધારિત છે. તેમણે કહ્યું કે ગતિશીલ અર્થવ્યવસ્થા સાથે બે ગતિશીલ લોકશાહી તરીકે અમે બંને દેશોના લોકોની સુખાકારી માટે સાથે મળીને કામ કરી રહ્યા છીએ.

PM મોદીએ કહ્યું કે નાઈજીરિયાના નેતૃત્વ સાથેની તેમની બેઠકોમાં તેમણે પરસ્પર સહયોગને વધુ મજબૂત અને વ્યાપક બનાવવા અંગે વિગતવાર ચર્ચા કરી હતી. તેમણે કહ્યું કે અર્થતંત્ર, કૃષિ, સુરક્ષા, ફિનટેક, ઉર્જા, નાના અને મધ્યમ ઉદ્યોગો અને સાંસ્કૃતિક ક્ષેત્રોમાં નવી શક્યતાઓ ઓળખવામાં આવી છે.

  • News Reporter

    Related Posts

    RBI એ ત્રણ બેંકો પર દંડ ફટકાર્યો, અમદાવાદની આ બેંકનું લાયસન્સ કર્યું રદ્દ

    દેશની કેન્દ્રીય બેંક રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયા (RBI) એ ગુરુવારે અગ્રણી જાહેર ક્ષેત્રની બેંક, પંજાબ નેશનલ બેંક (PNB) અને ખાનગી ક્ષેત્રની બેંકો કોટક મહિન્દ્રા બેંક અને IDFC બેંક પર દંડ…

    સલમાન ખાનને ધમકી આપનારો વડોદરાથી પકડાયો, માનસિક રીતે અસ્થિર હોવાથી છોડી દેવાયો

    બૉલિવૂડ અભિનેતા સલમાન ખાનને મારી નાખવાની અનેક ધમકીઓ આપી હતી. આ મામલે હવે મુંબઈની વરલી પોલીસે ગુજરાતના વડોદરાથી 26 વર્ષીય યુવકની ધરપકડ કરી છે. આ વ્યક્તિની વોટ્સઍપ મેસેજ દ્વારા સલમાન…

    Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *