ઐશ્વર્યા રાયની પુત્રી આરાધ્યા બચ્ચને દિલ્હી હાઈકોર્ટમાં કરી અરજી, જાણો કારણ

અભિષેક બચ્ચન અને ઐશ્વર્યા રાય બચ્ચનની પુત્રી આરાધ્યા બોલિવૂડની સૌથી પ્રખ્યાત સ્ટારકિડ્સમાંથી એક છે. આરાધ્યા અવારનવાર કોઈને કોઈ કારણોસર હેડલાઈન્સમાં રહે છે. તેની દરેક ગતિવિધિ પર ચાહકો નજર રાખે છે. આ દરમિયાન આરાધ્યાએ દિલ્હી હાઈકોર્ટમાં નવી અરજી દાખલ કરી છે.

આરાધ્યાની નવી અરજી પર કાર્યવાહી કરતા દિલ્હી હાઈકોર્ટે ગૂગલ અને અન્ય ઘણી વેબસાઈટને નોટિસ મોકલી છે. આ કેસની આગામી સુનાવણી 17 માર્ચે થશે. આ મામલો સ્ટારકીડના સ્વાસ્થ્ય વિશે કેટલીક ભ્રામક માહિતી સાથે સંબંધિત છે.આરાધ્યાના વકીલે હાઈકોર્ટને જણાવ્યું કે કેટલાક અપલોડર્સ હજુ પણ હાજર થયા નથી અને તેમની બચાવ કરવાની તક પહેલેથી જ સમાપ્ત થઈ ચૂકી છે. અગાઉ પણ આરાધ્યા તરફથી પોતે નાબાલિક હોવાની દલીલ સાથે પોતાના વિશે ખોટી માહિતી પ્રસિદ્ધ કરવાને રોકવાની માંગ કરવામાં આવી હતી. અરજીમાં આરાધ્યા વિશે ભ્રામક જાણકારી સામે નિર્ણય આપવા માટે અપીલ કરવામાં આવી છે.

આ મામલે ન્યાયમૂર્તિ મિની પુષ્કર્ણાએ બચ્ચન પરિવારના વકીલની બધી દલીલો સાંભળી હતી અને સહમત થયા હતા કે પ્રતિવાદી અને અપલોડર્સ આ કેસમાં કોર્ટમાં હાજર થયા નથી. તેથી, તેમને પોતાનો બચાવ કરવા માટે કોઈ તક મળવાની સંભાવના રહી નથી. આ મામલે હવે આગામી સુનાવણી 17 માર્ચે થશે.

2023માં દિલ્હી હાઈકોર્ટએ આરાધ્યા બચ્ચનના આરોગ્યને લઈને ખોટી જાણકારી ફેલાવનાર યૂટ્યુબ ચેનલો પર પ્રતિબંધ મૂક્યો હતો. કોર્ટએ કહ્યું હતું કે, “કોઈપણ બાળક, પછી તે સેલિબ્રિટીનું હોય કે સામાન્ય નાગરિકનું, સન્માન અને ગૌરવનો હકદાર છે. બાળકોના શારીરિક અને માનસિક આરોગ્ય વિશે ખોટી માહિતી ફેલાવવી અમાન્ય અને સંપૂર્ણપણે અસ્વીકાર્ય છે.”

  • Related Posts

    કેટરીના કૈફ વિકી કૌશલના જીવનનો નવો અધ્યાય શરૂ, કપલના ઘરે બેબી બોયનું આગમન

    નવા માતાપિતાએ સોશિયલ મીડિયા પર શેર કર્યું કે “અમારા માટે ખુશીનો માહોલ આવી ગયો છે. અપાર પ્રેમ અને કૃતજ્ઞતા સાથે, અમે અમારા બાળકનું સ્વાગત કરીએ છીએ. કેટરીના કૈફ પ્રેગ્નેન્સી જાહેરાત…

    થામા અને સ્ત્રી 2 ફિલ્મના સંગીતકાર સચિન સંઘવીની ધરપકડ, જાતીય સતામણીનો આરોપ

    પ્રખ્યાત બોલિવુડ ગીતકાર અને સંગીતકાર સચિન જીગર જોડીના સચિન સંઘવીની પોલીસે ધરપકડ કરી છે. હકીકતમાં તેના પર 19 વર્ષની યુવતીએ જાતીય શોષણનો આરોપ લગાવ્યો છે. યુવતીએ આરોપ લગાવ્યો હતો કે…

    Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *